________________
642
૯૦
– ૩ – બંધન જાણો ! બંધન તોડો ! જીવોની હિંસાથી પણ બચવાનું અનિવાર્ય જણાવ્યું છે.
ભગવાન તીર્થકરોની આ જ મહાકરુણા હતી કે એમણે છએ છે જીવનિકાયની હિંસાથી બચવાનો ઉપદેશ આપ્યો છે.
જૈનશાસનમાં કોઈપણ જીવને મારવાનું વિધાન તો નથી જ પણ કોઈ પણ જીવની ઉપેક્ષા કરવાનું પણ વિધાન નથી. તમામ જીવોના હિતની – સુખની - રક્ષાની વાતો કરીને પ્રભુએ પૂરા વિશ્વ ઉપર અનંત ઉપકારવર્ષા કરી છે. એ વાત સમજાવવા જ ભગવાન શ્રી મહાવીરદેવે કહ્યું છે કે -
“વેરં વક્ફ ગMoછે ' ‘જેટલી હિંસા એટલું વૈર વધે, એટલો વેરનો અનુબંધ પડે.
એટલે કે તે મરનારા જીવો સાથે એટલી વૈરની પરંપરા ચાલે.' જેમ જાતે હિંસા કરો તો પણ વૈરનો અનુબંધ પડે તેમ કોઈની પાસે હિંસા કરાવો તો પણ વૈરનો અનુબંધ પડે અને કોઈ હિંસા કરતું હોય તેને અનુમોદન કરો - ટેકો આપો તો પણ વૈરનો અનુબંધ પડે.
કોઈ પણ જીવને સીધેસીધો મારવો એટલું જ નહિ પણ જે જે પ્રવૃત્તિથી કોઈ પણ જીવને કોઈ પણ પ્રકારનું દુઃખ થાય તે બધું જ હિંસામાં આવે. કલાકો સુધી ટબમાં પડ્યાં રહેવું તે પણ હિંસા છે, વનસ્પતિ ઉપર આરામથી ટહેલતાટહેલતા ચાલવું તે પણ હિંસા છે. ડૉક્ટર કહે કે, લોન પર ચાલશો તો આંખનું તેજ મળશે પણ જ્ઞાની ભગવંત કહે છે કે, આંખ જ નહિ મળે એવી ગતિમાં જવું પડશે.
જ્યાં નહિ મળે વિચારવાનું મન, નહિ મળે સાંભળવા માટે કાન કે નહીં મળે જોવા માટે આંખ, નહિ મળે સુંઘવા માટે નાક કે નહિ મળે ખાવા કે બોલવા માટે જીભ, એટલું જ નહિ પણ જે ચામડી મળશે તે પણ સ્વતંત્ર નહિ મળે. અનંતાની વચ્ચે એક મળશે અને તે પણ મોટે ભાગે દુઃખ ભોગવવા માટે જ. જગતમાં કોઈ જીવને દુઃખ આપીને કોઈ સુખી થઈ શકે, એ ત્રણ કાળમાં શક્ય નથી. સભા પણ સાહેબ ! સંસારમાં રસ વગર બેઠા હોઈએ અને ન છૂટકે જે કાંઈ કરવું
પડે એમાં જે હિંસા થાય, એ તો થવાની જ ને શું એનાં પણ આવાં ફળ હોય ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org