________________
૯૧
– ૩ : બંધન કોણ? પરિગ્રહ, પરિગ્રહની મમતા કે બન્નેય?- 26 –
643
મને કહો છો કે અમે સંસારમાં રસ વગર બેઠા છીએ. શું ખરેખર રસ વગર બેઠા છો ? પત્ની ઉપર મોહ નથી ? દીકરા ઉપર મોહ નથી ? દીકરી ઉપર મોહ નથી ? ઘરના રાચ-રચીલા ઉપર મોહ નથી ? ફેક્ટરી-કારખાનાં ઉપર મોહ નથી ? શરીર ઉપર મોહ નથી ? ઈન્દ્રિયોનાં વિષયોની ભૂખ નથી ? મનમાં કષાયો કામ કરતા નથી ?
મને બતાવો, તમે કયા કારણથી બેઠા છો ? હદયથી હજી વિચારો ? મારે માત્ર હોઠની વાતો નથી કરવી, માત્ર મગજની કસરતો નથી કરાવવી, મારે તો તમને હૈયાથી વિચાર કરતા કરવા છે. જે વિચારો તે ગંભીર બનીને વિચારો. શાનાં કારણે નિરંતર હિંસાચાર ? નિરંતર અસત્ય ? હાથની અજમાયતો આ બધુ શા માટે ? બહેનો કાંઈ ન કરે તો ય કપડાં ધોવા નાંખ્યા હોય ને ખિસ્સામાંથી કાંઈ મળે તો રાખી લે દૂધ-શાકનાં પૈસા હોય તેમાંથી પણ ગાળીયો મારે... આ બધો સંસારનો રસ નહિ તો શું છે ?
કોઈનાથી પણ છૂપાવીને લેવું પડે. પછી તે પતિને પત્નીથી, પત્નીને પતિથી, ભાઈને ભાઈથી કે દીકરા-દીકરીને માવતરથી તે બધું જ ચોરી છે, આ હિંસાચાર, અસત્ય, ચોરી, મૈથુન અને પરિગ્રહ એ બધાં અવ્રત છે, અવિરતિ છે અને આ અવિરતિ એ પણ મોટામાં મોટું બંધન છે. સમકિતીને પણ આ અવિરતિનું બંધન સંસારમાં જકડી રાખે છે. રાગથી કોઈની સામે જોવું, ઉંચી નજર કરવી, રાગથી નાનાં બાળકને સ્પર્શ કરવો કે ઉપાડવો તે પણ બંધન જ છે. રાગથી કોઈને સ્પર્શ કરો, રાગથી ખાઓ, રાગથી સુંઘો, રાગથી જુવો કે સાંભળો એ બધું જ બંધન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org