________________
૯૨
– ૩ - બંધન જાણો ! બંધન તોડો !
-
644
... એ વિષય, રાગ વિના થતું નથી :
સભા નાનું બાળક તો ભગવાન હોય છે ને?
મહેરબાની કરો ! કાંઈ બોલાવતા નહિ, એ લોકવાયકા છે. આજનું છોકરું ચાર પતાસા છોડીને પણ સોની નોટ લઈ લે છે, છોડતું નથી.
અને માનો કે છોકરું સારું પણ હોય, પવિત્ર પણ હોય પણ તમે જે એને બોલાવો, રમાડો વગેરે કરો છો તેમાં તમારો કયો ભાવ છે ? બંધનનો આધાર તમારા ભાવ ઉપર છે. એ ભગવાન જેવો છે એવું લાગે છે માટે ભાવ આવે છે કે એનાં રૂપ વગેરેને કારણે કે એના પ્રત્યેની મમતાના કારણે ભાવ આવે છે ? દેરાસરમાં તો ભગવાન જ હોય છે ને ? એમને જોઈને તમને ક્યારેય ઉમળકો આવ્યો ? ત્યાં પ્રભુને લેતાં ક્યારેય ઉલ્લાસ કે અહોભાવ જાગ્યો ?
બાળકને જોઈને તો મમતા જાગી, મોહ પેદા થયો, લાગણી જાગી અને તેને સ્પર્શ કરવાનું મન થયું તે બંધન છે, એમ જ્ઞાની ભગવંત કહે છે.
___ 'बंधने विषयासङ्गि, मोक्षे निर्विषयं स्मृतम् ।' વિષયમાં ચોંટેલું મન બંધનમાં કારણ બને છે અને
વિષયથી છુટેલું મત મોક્ષમાં કારણ બને છે.' એમ કહ્યું કે આ માટે જ.
સવારથી સાંજ સુધી ચોવીસ કલાકમાં કેટલાં બંધન ? હિંસાનું બંધન, જૂઠનું બંધન, ચોરીનું બંધન, કામવાસનાનું બંધન, પરિગ્રહનું બંધન, કેટલા કેટલા પ્રકારનાં બંધન સર્જી દીધાં છે ? જ્ઞાની ભગવંતોએ કહ્યું છે –
___ 'संजोगमूला जीवेण पत्ता दुःखपरंपरा' વસ્તુ કે વ્યક્તિના સંયોગમાંથી જ આ બધી દુખની પરંપરા
સર્જાય છે. કારણ કે સંયોગ એ દુઃખનું મૂળ છે. આ વાત હું નથી કહેતો, પણ ત્રણ જગતના નાથ કહે છે, સર્વજ્ઞ-સર્વદર્શી, વીતરાગ પ્રભુ કહે છે. એમણે આવું શા માટે કહ્યું? ત્રણ લોકના નાથ, જ્ઞાતાદૃષ્ટાભાવે સંસારમાં રહી શકે તેમ હતા, તેમ છતાં તેઓએ શા માટે સંસાર ત્યાગ્યો ? શા માટે ત્યાગ માર્ગે ચાલ્યા ? શા માટે સંસાર છોડ્યો ? શા માટે સંયમ લીધું ? આ બધું ઊંડાણથી વિચારો !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org