________________
૯૩
- ૩ઃ બંધન કોણ? પરિગ્રહ, પરિગ્રહની મમતા કે બન્નેય?- 26 –
645
કેટલાંક માર્ગ વિના પહાડ ઉપર ચડી જાય, પણ બળહીન તો તે રીતે ન જઈ શકે અને જો ચડવા જાય તો હાડકાં ખોખરાં થઈ જાય. એના માટે કેડી પગથિયાનો માર્ગ હોય છે.
સભા : ભગવાન તો બળવાન હતા, તો ભગવાને આ માર્ગ કેમ અપનાવ્યો ? મારા-તમારા જેવાને માર્ગદર્શન આપવા અને દાખલો બેસાડવા. સભા તો ભરત ચક્રવર્તી, શ્રેણિક મહારાજા જેવાએ દીક્ષા કેમ ન લીધી ?
ભરત ચક્રવર્તી, મરુદેવા માતા અને શ્રેણિક મહારાજા જેવા થોડાં, તેની હરિફાઈ ન કરાય, એમનાં દૃષ્ટાંત ન લેવાય.
એટલે તો કહ્યું કે - “શ્રેણિક સરખા રે, અવિરતિ થોડલા, જેહ નિકાચિત કર્મ.”
એવા ય માણસો હોય કે ૨૦મે માળથી પડે ને ઘસરકો ય ન લાગે. ઉભા થઈને ચાલવા માંડે, એનો દાખલો ન લેવાય, એ પડે તો હું કેમ ન પડું ? પડો...! સભા એટલે આપ એમ કહેવા માંગો છો કે જેણે જેણે મોક્ષે જવું હોય, તે બધાએ
દીક્ષા લેવી જ પડે ? હા, બરાબર એમ જ કહેવું છે.
શું તમે આજે આ નવું જાણ્યું ? આ તો સનાતન સિદ્ધ થયેલી વાત છે. આમાં કાંઈ નવું નથી. સભા પણ દીક્ષા લેવી એ બહુ અઘરી વાત છે.
દીક્ષા લેવી અને પાળવી એ સહેલી છે, એવું તમને કોણે કહ્યું? એ અઘરી જ છે. પણ એના વિના કલ્યાણ થવું સહેલું નથી. મને આજે ખબર પડી કે મોહ સામેના સંગ્રામમાં લડવા માટેના લશ્કરમાં માયકાંગલાઓ દાખલ થઈ ગયા છે. આવા માયકાંગલાઓ સૈન્યમાં દાખલ થયા પછી કહે કે, “બંદૂક તો કેમ ઉપડે ? વજન તો કેમ ઉપડે ? જ્યાં ગોળીઓ ઉડે ત્યાં કેમ જવાય ? આ બધાં કષ્ટ કેમ વેઠાય ?' આવા માયકાંગલા લોકોથી યુદ્ધ શી રીતે જીતાય ? આવા લોકો તો સાવ જ નકામા, શું કામના ? એનાથી કાંઈ યુદ્ધ ન જીતાય ?
સભા પણ દીક્ષા લેવામાં હવે અમને ઉંમર નડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org