________________
646
૯૪ - ૩ - બંધન જાણો ! બંધન તોડો ! –
શું કામ ખોટા બહાનાં કાઢો છો ? જ્યારે ઉંમર નહોતી થઈ ત્યારે શું નડતું હતું, એ બોલો ને? ખરેખર વિચારશો તો તમને ખ્યાલ આવશે કે તમને બીજું કોઈ નહિ પણ આ બંધનો જ નડે છે. જેઓ ખરેખર ઉમરના કારણો જ અટકી પડ્યા છે. એવા ઉમરવાળાને મારે પૂછવું છે કે દીક્ષાની વાત બાજુમાં રાખીએ. બોલો, તમારે ધંધા-ધાપાથી-ઘરના વ્યવહારોથી નિવૃત્તિ લેવી છે ? આજે નક્કી કરી લો, જે દીક્ષા લઈ શકે તેમ ન હોય, આમ છતાં જેમની પાસે આજીવિકાનું સાધન હોય, તે બાકીના બંધનથી છૂટી જાય. અહીં શાસનનાં અને તીર્થોનાં કામ ઘણાં છે, પણ આ ઘરડા જપીને બેસે તેવા નથી. દીકરા મૂકીને ગયા અને કહીને ગયા કે, “આરાધના કરજો, અમારી ચિંતા કરતા નહિ.” પણ દીકરાઓ આવીને કહે છે કે, “આ બાપા દર બીજા કે ત્રીજે દિવસે ફોન કરીને ખબર-અંતર લઈ લે છે અને કહે છે કે મને પૂછુયા વિના કાંઈ કરતો નહિ.” આ દશા હોય તો આ વાત ક્યાં કરવી ?
જેને ખરેખર તરવું જ છે એને માટે બધા જ રસ્તા છે. સબળા માટે વહાણ ને નબળા માટે તરાપો. સર્વવિરતિ એ વહાણ છે તો દેશવિરતિ એ તરાપો છે. હવે તમે જ નક્કી કરો કે તમારે શાનો સહારો લેવો છે. જ્યાં સુધી આ ન બને ત્યાં સુધી છેવટે એટલું નક્કી કરો કે, આજ પછી ઘરમાં-વ્યાપારમાં કે વ્યવહારમાં સામેથી ક્યાંય માથું મારવું નથી. દીકરો વગેરે સામેથી બોલાવે કે કાંઈક પૂછે તો જુદી વાત, બાકી તમારે સામેથી કહેવું નહિ. દીકરો સંસારની વાત કરે તો જુદી વાત પણ તમારે સામેથી સંસારની વાત પૂછવી નહિ.
હિંસા આદિ પાપસ્થાનો અંગે સૂત્રકાર પરમર્ષિ વધુ શું ફરમાવે છે તે હવે પછી અવસરે...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org