________________
૮૬
638
- ૩ - બંધન જાણો ! બંધન તોડો ! – ભગવાનની વાણીને તમે તમારા નક્કી કરેલા ચોકઠામાં ગોઠવવાની મહેનત ન કરો! પણ તમારી જાતને ભગવાનની વાણીના ચોકઠામાં ગોઠવવાની મહેનત કરો!
ભગવાનની વાણીને તમારા નક્કી કરેલા ચોકઠામાં બંધબેસતી કરવા તમે તેમાં તોડફોડ કરવાનું કે એને મરડવાનું પાપ ન કરો. પણ તમારી જાતને તે માટે બંધબેસતી કરવા, બદલવાનું કામ કરો !
વિષયની ગંભીરતા નંદવાય તેવા પ્રશ્નો પણ ન કરો ! એ જ તમારા હિતમાં છે; આમ છતાં તમે તમારું હિત ન સમજો અને પ્રભુની વાણીની આશાતના થાય એવી અગંભીરતા કેળવો તો તમને અટકાવવા, એ અમારી ફરજ છે. સંવેગ અને નિર્વેદની વાતો ચાલતી હોય ત્યારે જો કોઈ શ્રોતા એવા પ્રશ્નો કરે કે એવો કોઈ વ્યવહાર કરે કે જેનાથી સંવેગ અને નિર્વેદના ભાવો નબળા પડે કે નાશ પામે તો તેવા શ્રોતાને ઉભો કરી દેવો. તેને ચલાવવો નહિ. એવી ધર્મોપદેશકની જવાબદારી છે. જે ધર્મોપદેશક આ જવાબદારીની ઉપેક્ષા કરે તે ધર્મોપદેશકને પણ પ્રાયશ્ચિત્ત આવે. એટલા જ માટે પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજે યોગવિંશિકાની વૃત્તિમાં જણાવ્યું છે કે –
'यस्तु श्रोता विधिशास्त्रश्रवणकालेऽपि न
संवेगभागी तस्य धर्मश्रावणेऽपि महादोष एव ।' ‘જે શ્રોતા વિધિ-શાસ્ત્રને સાંભળવાના સમયે પણ
સંવેગભાવને ન પામે તેને ધર્મ સંભળાવવામાં પણ
મોટો દોષ લાગે જ છે.' આ વાતને લક્ષ્યમાં રાખીને તમને કહું છું કે – સમજવા માટે લાખ પ્રશ્નો કરો, પણ ડહોળવા માટે એક પણ નહીં.
નંદિસૂત્ર આગમની ટીકામાં વ્યાખ્યાન-વાચનાને ડહોળનારા શ્રોતાઓ કેવા કેવા હોય છે, તેની વિગતવાર વાત જણાવી છે. તેમાં એક “પાડા' જેવા શ્રોતા હોવાનું પણ જણાવ્યું છે.
પાડો ગામની બહારના તળાવમાં આવીને ઘૂમી ઘૂમીને એના પાણીને ડહોળું - ન પીવા યોગ્ય કરી દે છે, જેથી બીજા તરસ્યા પશુ પણ પાણી ન પી શકે.
કેટલાક શ્રોતાઓ પણ એવા હોય છે. સ્વયં તો તત્ત્વ પામતા નથી ને અન્યને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org