________________
૮૫
– ૩: બંધન કોણ? પરિગ્રહ, પરિગ્રહની મમતા કે બન્નેય?- 26 –
637
એ જ યોગશાસ્ત્રમાં એનું પણ વર્ણન કરાયું છે. ત્યાં જણાવ્યું છે કે -
'रागद्वेषौ कषायाः शुग्-हासौ रत्यरती भयम् ।
जुगुप्सा वेदमिथ्यात्वे, आन्तराः स्युश्चतुर्दश ।।' ‘૧ - રાગ, ૨ દ્વેષ, ૩ થી ૬ - ક્રોધાદિ ચાર કષાયો,
૭ - શોક, ૮ - હાસ્ય, ૯ - રતિ, ૧૦ - અરતિ, ૧૧ - ભય, ૧૨ - જુગુપ્સા, ૧૩ - વેદ અને
૧૪ - મિથ્યાત્વ : એમ આંતરિક પરિગ્રહ ચૌદ પ્રકારનો છે.' મમતા ડાકણ છે, ગમે ત્યારે વળગી જાય?
આ અહીં પડેલા ગુરુપૂજનના પૈસા ઉપર પણ જો નજર ઠરી જાય, તો મમતા વળગી જાય. શ્રીમંત ભક્તને જોઈને મોઢામાં - પાણી આવે કે મનમાં ગલગલીયાં થાય તો પણ મમતા વળગી પડે. આત્મા જરાક અસાવધ બને તો મમતાને વળગતાં વાર ન લાગે. રૂપિયા ગમે તે પણ બંધન ને રૂપિયાવાળો ગમે તે પણ બંધન.
છેલ્લા પાંચ દિવસથી પરિગ્રહની વાત ચાલે છે, પણ “પરિગ્રહના સ્વરૂપને જાણવું, એના પ્રકારોને જાણવા અને તેનાથી કઈ રીતે છૂટવું તેનું મંથન કેટલા કરે છે ?” અને “કઈ રીતે આ બધી ચીજો પરિગ્રહમાં ન ગણાય. અમારું જીવન જેમ ચાલે છે, તેમ જ ચાલ્યા કરે, એમાં કાંઈ જ ફેરફાર ન કરવો પડે, છતાં અમે અપરિગ્રહી ગણાઈએ એવું સિદ્ધ કરવાની મહેનત કેટલા કરે છે ?' દરેકના પ્રશ્નો એક જ દિશામાં જાય છે કે અમે જે કરીએ છીએ તે ચાલુ રહે અને ધર્માત્મા તરીકે ઓળખાઈએ. ભગવાનની આજ્ઞા સમજવાની કોશિશ થતી નથી, પણ પોતે જે કરે છે, તે ભગવાનની આજ્ઞા મુજબ છે, તેવું પૂરવાર કરવા માટે પ્રયત્નો થાય છે અને એ માટેનાં પ્રશ્નો કરાય છે.
આગમની વાતો હૈયું વલોવી નાંખે તેવી છે. ઘણીવાર અમે અહીં આવતાં પહેલાં એ ભાવોથી ભાવિત થઈને આવીએ છીએ. તમારા આત્માને પણ એ ભાવોમાં ભાવિત કરવાનો અમારો પ્રયત્ન હોય છે, પણ તમે એનાથી ભાવિત થતા નથી. એ કેટલાક ભાઈઓ તો એવા એવા પ્રશ્નો કરે છે કે જેનાથી ઘણાની પ્રગટેલી ઉત્તમ ભાવધારા પણ તૂટી જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org