________________
૧૪૩
૬ : ‘દેખતા’ને પણ ‘આંધળા’ બનાવે છે મમતા - 29
પછી જુઓ ચમત્કાર :
સભા : તો આપ કહો કે એ બીજમંત્ર કયો છે ?
જેમ તમારી આટલી બધી સાંભળવાની ઉત્કંઠા છે, તેમ મારી પણ તમને કહેવાની એટલી જ ઉત્કંઠા છે. તો હવે તમે સાંભળી લો કે એ બીજમંત્ર માત્ર એક જ અક્ષરનો છે અને એ છે ‘ન.’
તમે તમારો મોહે આપેલો ‘અરૂં’ અને ‘મમ’ નો મંત્રજાપ ચાલુ રાખો ! અને બરાબર એની આગળ આ ‘ન’ બીજમંત્ર જોડી દો. હવે બોલો ‘ન ગદં’ અને ‘ન મમ' આખો મંત્ર થયો ‘નાડã’ ‘ન મમ'.
695
શરીર એ ‘હું નથી’ અને આ જે કાંઈ દેખાય છે તે ‘મારું નથી.’ ચાલુ કરો આ જાપ અને પછી જુવો કે કેવો ચમત્કાર સર્જાય છે ?
માટે જ તો પૂજ્ય ઉપાધ્યાયજી ભગવંતે કહ્યું કે -
'अयमेव हि नञ्पूर्वः प्रतिमन्त्रोऽपि मोहजित् । '
“આ જ ‘અહં” અને ‘મમ’ મંત્ર ‘ન' પૂર્વક મોહને જીતનારો
પ્રતિમંત્ર બને છે."
હવે તમે અતૢ ને બદલે નાડદું અને ‘મમ’ ના બદલે ન મમ એટલું ચાલુ કરો. પછી જુવો કે મોહ કેટલો સહેલાઈથી જીતી શકાય છે ?
ઞઢું અને મન મંત્રમાં લાંબો કોઈ ફરક નથી, માત્ર એની આગળ ‘ન’ ઉમેરો અને ચમત્કાર અનુભવો. અહં અને મમનું વિષચક્ર સીધું ‘અમૃતચક્ર' બની જશે. જે જાપથી અંધાપો વધતો હતો, તે જ જાપને ‘ન’ પૂર્વક ગણો એટલે પ્રકાશઅજવાસ-ઉજાસની પ્રાપ્તિ થશે. લોકોત્તર દૃષ્ટિ સાંપડશે.
Jain Education International
સભા : સાહેબ ! આ તો એકદમ સરસ અને સહેલું છે.
સરસ જરૂર છે. પણ તમે માનો એવું સહેલું તો નથી જ. હા, માત્ર હોઠથી, બોલવું હોય તો સહેલું છે, પણ જો હૈયાથી બોલવું હોય તો કેટલું અઘરું છે, એ તો બોલશો એટલે ખબર પડશે. સારું જરૂર છે, પણ સહેલું છે કે નહિ તે અનુભવ કરીને તમારે મને કહેવાનું છે.
પહેલાં જ ઘરે જાવ ને પત્ની મળે તો કહેજો કે, ‘તું મારી નથી.’ ગળામાં ચેન
For Private & Personal Use Only
www.jainelibrary.org