________________
૧૪૪
696
-૩ – બંધન જાણો ! બંધન તોડો ! –
હોય ને કોઈ પૂછે કે, “કોની છે ?” તો કહેજો કે, “મારી નથી.' સહેલું છે એમ બોલનારને જવાબદારીનું ભાન તો હોવું જોઈએ ને. હજી લાખ રૂપિયા આપી દેવા સહેલા છે, પણ એ “મારા નથી' એમ માનવું બહુ અઘરું છે. જે લોકો ચાર મહિના માટે પરિવાર મૂકીને અહીં આવ્યા છે. તે લોકો અહીં રહીને પણ “મારી દીકરી - મારો દીકરો – મારી પત્ની – મારો પરિવાર’ એમ કર્યા જ કરે છે.
લાખોનાં દાન કરવા સહેલા છે, પણ ધન મારું નથી એમ માનવું એ અતિકપરું છે.
પત્ની, પરિવારથી વર્ષો સુધી દૂર રહેવું સહેલું છે, પણ પત્ની-પરિવાર મારા નથી – એમ માનવું એ અતિકપરું છે.
ઘર-પેઢીથી દૂર રહેવું હજુ સહેલું છે, પણ ઘર-પેઢી મારાં નથી, એમ માનવું એ અતિકપરું છે.
જ્ઞાની ભગવંતો કહે છે કે, તમે ગમે તેટલા રૂપિયાનું દાન કરો, છતાં મારુંમારું ન છૂટે કે છોડવાનો પ્રયત્ન ન કરો તો મમતાનું બંધન ન છૂટે. આખા દિવસમાં તમે કેટલા રૂપિયા વાપર્યા, તે મહત્ત્વનું નથી, પણ તમારી રૂપિયાની મમતા કેટલી છૂટી, અગર તો એ મમતાથી છૂટવાની તમે કેટલી મહેનત કરી, તે મહત્ત્વનું છે. રૂપિયાની મમતા ઘટે તો તમે આપેલા દાનની કિંમત છે અથવા તે ઘટે તે માટે વાપરો તો પણ તેની કિંમત છે, પણ રૂપિયાની મમતા વધારવા કે રૂપિયો વધુ મેળવવા વાપરો તો તેની કોઈ કિંમત નથી. મમતાની પાછળ પરિગ્રહ અને હિંસા:
મમતાને કારણે જ તમે નવે નવ પ્રકારનો પરિગ્રહ ભેગો કર્યો છે. જમીન ભેગી કરી, સોનું ભેગું કર્યું, રૂપું-ચાંદી ભેગી કરી, પરિવાર ભેગો કર્યો. આ બધું શેના માટે ભેગું કર્યું? એક મમતાના વળગણને કારણે જ ને?
સ્વજન-પરિવારની મમતા પોષવા અને પરિગ્રહને ભેગો કરવા - તેને સાચવી રાખવા, કેટકેટલી હિંસા કરી ? ચોવીસ કલાક હિંસા કર્યે રાખી. પછી તે પૃથ્વીના જીવોની હોય કે પાણીના જીવોની હોય, અગ્નિના જીવોની હોય કે વાયુના જીવોની હોય, વનસ્પતિના જીવોની હોય કે ત્રસકાયના જીવોની હોય, બેઈન્દ્રિય-તેઈન્દ્રિય કે ચઉરિન્દ્રિયના જીવોની હોય કે છેક પંચેન્દ્રિય જીવોની પણ હોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org