________________
૧૪૫ – ૬ દેખતાને પણ “આંધળા બનાવે છે મમતા - 29 – 697
જેટલા મમત્વને વશ - પરિગ્રહના ગુલામ, તે બધા હિંસા વગેરે પાપો કરવાના જ. તે પાપને પરવશ પડેલા જીવો જગતના અનંતાનંત આત્માઓ સાથે પોતાનું વૈરને વધારવાના જ અને જો આ પરિસ્થિતિ આમને આમ જ ચાલુ રહી તો જ્ઞાની ભગવંતો કહે છે, જ્યાં સુધી આવી પરિસ્થિતિ ચાલુ રહેશે ત્યાં સુધી તે જીવો બંધનથી કોઈ રીતે નહિ છૂટવાના. શું તમારે ધર્મકરણી કરીને પણ આ જ પરિસ્થિતિમાં સબડ્યા કરવું છે?
ક્ષેત્રની અપેક્ષાએ વિચારીએ તો ગરવા ગિરિરાજની પરમ પવિત્ર છાયા તમને સાંપડી છે, કાળથી પર્વાધિરાજની છાયા પણ હવે તરત જ તમને મળવાની છે. આ પરમપવિત્ર ક્ષેત્રમાં અને પરમપવિત્ર પર્વના દિવસોમાં બંધન તોડવાની કાંઈ તૈયારી કરવી છે ?
આ તારક ઉપદેશ આપનારા ખુદ પરમાત્મા મહાવીરદેવનું જીવન તમને ગુરુમુખે સાંભળવા મળશે. ભગવાને સત્યાવીશ ભવ પહેલાં કેવી રીતે અને કેવું આત્મદર્શન કર્યું? આત્માને કેવી રીતે ઓળખ્યો?, આત્માને વળગેલાં કર્મનાં બંધનને કેવી રીતે ઓળખ્યાં ? એ બંધનને તોડવા માટે એમણે કેવો પ્રયત્ન કર્યો ? પાછાં નવાં બંધનો કેવી રીતે વધ્યાં ? અને છેલ્લા ભવમાં તે બંધનોને તોડવા માટે એક-એક ઉપસર્ગો અને પરીષહોને એમણે કેવી રીતે સહ્યા ? રત્નત્રયીની સાધના કેવી કરી ? અને એ દ્વારા અનંતકાળથી આત્માને વળગેલાં એ અનંતાનંત કર્મોનાં બંધનો એમણે કેવી રીતે તોડ્યાં ? અનાદિકાળથી અવરાયેલું પોતાનું અનંત ઐશ્વર્યયુક્ત આત્મસૌંદર્ય એમણે કેવી રીતે પ્રગટ કર્યું ? જગતને એના પ્રગટીકરણનો માર્ગ કેવી રીતે આપ્યો ? તે બધું આપણે સાંભળવાનું છે, સમજવાનું છે, એમાંથી પ્રેરણા અને માર્ગદર્શન મેળવવાનું છે અને શક્તિ-સંયોગ મુજબ એને અનુસરવાનું છે. માત્ર થોડી ક્રિયાઓ કરીને - કે થોડો ઘણો તપ-ત્યાગ કરીને સંતુષ્ટ બની જઈશું તો કામ નહિ થાય.
આ ભવમાં બધાં બંધનોને તોડવાનું કામ શરૂ કરવું જરૂરી છે. આ અવસર જો ચૂકી ગયા તો તળાવે આવીને તરસ્યા જવા જેવું થશે. ફરી આ જીવન નહિ મળે ! ફરી આવી સામગ્રીઓ નહિ મળે. એકવાર ચૂકી ગયા, તો ક્યાં ચોર્યાશીનાં ચક્રાવામાં જતા રહીશું, એની પણ ખબર નહિ પડે ! ચૌદપૂર્વીઓ પણ શરીરાદિની મમતાવશ બંધન ઉભું કરી દે, તો છેક નિગોદમાં ચાલ્યા જાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org