________________
૧૪૬ -
- ૩ - બંધન જાણો ! બંધન તોડો !
–
698
છે. ત્યારપછી ચારે ગતિમાં ભ્રમણ ઊભું થાય છે. માટે મળેલા અવસરને ચૂકવો ન જોઈએ. સૌએ પોતપોતાની શક્તિનું માપ કાઢવું જોઈએ. જેનામાં પણ શક્તિ હોય તેમણે તે મમતાને જડ-મૂળથી ઉખેડવા સજ્જ બનવું જોઈએ. એ માટે તેમણે નિર્ણય કરી લેવો જોઈએ કે, વહેલામાં વહેલી તકે સંસાર ત્યાગ કરવો છે. એ ન થાય ત્યાં સુધી હિંસાદિ પાપસ્થાનોને અને પરિગ્રહનાં બંધનોને નાથીને મમત્વને તોડવાનો પ્રયત્ન કરવો છે. કરે કોઈ ને શિક્ષા કોકને :
તમે પૂરી ગંભીરતાથી વિચારો કે તમે કોની ઉપર મમતા કરો છો ? કોના માટે આ બધાં પાપ કરો છો ? રાત-દિવસ એક કરીને - અનેક કાળા-ધોળાં કરીને, આ બધું ભેગું કર્યું તે ભોગવશે બીજા અને તેની શિક્ષા તો તમારે એકને જ ભોગવવી પડશે. માટે જ પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજા “અધ્યાત્મસારમાં કહે છે કે -
'ममत्वेन बहून् लोकान्, पुष्णात्येकोऽर्जितैर्धनैः ।
षोढा नरकदुःखानां, तीव्राणामेक एव तु ।।११।।' પોતે કમાયેલા ધનથી મમત્વને વશ થયેલો એકલો માણસ ઘણા લોકોનું પાલન-પોષણ કરે છે. પરંતુ તીવ્ર એવાં
નરકનાં દુઃખો તો એ એકલો જ સહન કરે છે.' પૂજ્ય ઉપાધ્યાયજી ભગવંતનાં આ વચનો ઉપર તમે થોડો વિમર્શ કરો ! એ માટે થોડી ક્ષણો સુધી તમે તમારી આંખ બંધ કરો અને તમારા જીવનની એકએક પળને આંખ સામે લાવો ! જેને તમે તમારાં સ્વજનો માન્યા, જેની સાથે તમે તમારા લાગણીના સંબંધો બાંધ્યા, તેમનું પાલન-પોષણ કરવા, તેમને રાજી રાખવા – સંતુષ્ટ કરવા, હિંસાથી માંડીને જૂઠ-ચોરી-દગો-પ્રપંચ-વિશ્વાસઘાત વગેરે કેટકેટલાં પાપો કર્યા. એક તેમને ખુશ રાખવા, કેટલી મજૂરી કરી; કેટલાંની ગુલામી કરી ? આમ છતાં આ બધું કર્યા પછીનું અંતિમ પરિણામ શું? શું તે તમારી સાથે આવશે? તમારું દુઃખ દૂર કરશે ? દુઃખમાં ભાગ પડાવશે ? તમને બચાવશે ? એનો જવાબ પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ તમારી પાસે માંગે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org