________________
૧૪૭
–
૭ : “દેખતા'ને પણ “આંધળા' બનાવે છે મમતા - 29
–
699
એ જ રીતે જેણે પોતાના જીવનમાં એક માત્ર પૈસાનું – પરિગ્રહનું જ મહત્ત્વ માન્યું છે, તેવા લોકોએ પૈસાની મમતા ખાતર શું શું કર્યું છે, તે પણ વિચારો ! એક પૈસા ખાતર, જે માવતરે જન્મ આપ્યો, નાનામાંથી મોટા કર્યા, તેમની સામે પણ મોરચો માંડ્યો. એમની સામે પણ ત્રણ ત્રણ કોર્ટો સુધી લડ્યા. અનેક પ્રસંગે તેમને અપમાનિત કર્યા અને હડધૂત પણ કર્યા. જે ભાઈ વગર ચાલતુ ન હતું, જેની સાથે આખું જ બાળપણ વીત્યું પણ જ્યાં પૈસાનો પ્રશ્ન આવ્યો, ત્યાં તું કોણ” અને “હું કોણ ?' એવી પરિસ્થિતિ ઉભી થઈ ગઈ. એમાંથી આગળ વધી એકબીજાનું મોઢું જોવાની પણ તૈયારી નથી રહી.
જેને જેને તમે તમારા સ્વજનો માન્યાં છે, જેમને તમે મજૂરી કરીને પોષો છો, એનું લાલન-પાલન કરો છો અને એની પાસે તમે આશા રાખો છે કે, “આ બધા અમારાં છે, પાછળની જિંદગીમાં આ બધાં અમારું લાલન-પાલન કરશે, અમારું જતન કરશે. પરંતુ પૂજ્ય ઉપાધ્યાયજી ભગવંત કહે છે કે --
'इहामुत्र च न ते स्युस्त्राणाय शरणाय च' “આ જીવનમાં કે પરલોકમાં તે તમારું રક્ષણ પણ નહિ કરી
શકે કે તમને શરણ પણ પૂરું નહિ પાડી શકે. જ્યારે અશુભ કર્મો ઉદયમાં આવશે ત્યારે નહિ તેઓ તમને બચાવી શકે કે નહિ તમે એમને બચાવી શકો.
આજે આ બ્રહ્મજ્ઞાન નહિં થવાના કારણે એવા ઘણા અમને ય આવીને કહે છે કે, “સાહેબ ! ઘરડાં થઈશું એટલે દીકરા જાળવશે. આ તો અમારા ઘડપણની લાકડી છે. અમને સાચવશે,' આ જ સંવાદ આજથી ૩૦-૪૦ વર્ષ પહેલાં તમારાં માવતર તમને આંખ સામે રાખીને કરતા હતા. એથી અમને ઘણીવાર તમને પૂછવાનું મન થાય કે, “તમે તમારાં માવતરને કેટલાં જાળવ્યાં ? જો તમે તમારા માવતરને ન જાળવ્યાં, તો તમે તમારાં સંતાન પાસેથી તમને એ ઘડપણમાં જાળવે એવી આશા શી રીતે રાખી શકો ?'
આમ છતાં કદાચ તમારો દીકરો લાયક હોય અને એ તમારી સેવા કરવાની ભાવનાવાળો પણ હોય, પણ એના સંયોગ એને સાથ આપશે જ અને એ તમારી સેવા કરી શકશે જ એવું પણ નિશ્ચિતરૂપે કહી શકાય તેવું નથી.
અને માનો કે એ તમારી સેવા કરી પણ શકે છતાં એની સેવા તમને માફક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org