________________
700
૧૪૮ - - ૩ - બંધન જાણો ! બંધન તોડો ! – આવે કે એનાથી તમને શાતા મળશે જ એ પણ નક્કી ન કહી શકાય.
તમારી ભક્તિ કરનારો, તમારા પ્રત્યે સદ્ભાવને ધારણ કરનારો, તમારી એક એક આજ્ઞાનું પાલન કરનારો દીકરો પણ શું તમને રોગમાંથી બચાવી શકશે ? આવનાર મૃત્યુના મુખમાંથી બચાવી શકશે ? તમારા સ્વાર્થ માટે કે તમારી પત્ની-પરિવાર કે પુત્ર-પુત્રી માટે તમે જ કરેલાં પાપોનાં ફળ ભોગવવા માટે તમારે દુર્ગતિમાં જવાનો વારો આવશે તો તે તમને તેમાંથી બચાવી શકશે? આ બધી જ બાબતોને બહુ જ ગંભીરતાથી વિચારજો ! મમતાવશ જીવોની દશા કેવી:
મમતાનાં આ બંધન માત્ર યુવાનોને કે પ્રૌઢોને જ હોય છે, એવું પણ નથી. છેક જવાને આરે બેઠેલા વૃદ્ધોને પણ આ મમતા એટલી જ સતાવતી હોય છે. કેટલીક વખત અમે માનીએ કે, હવે તો ૬૦-૭૦ વર્ષ થયા, એટલે મમતા ઉતરી ગઈ હશે ! પણ એ જ્યારે દીકરાનાં દીકરાને લઈને આવે ને તેની સાથે જે નાટકો કરે એ જોઈને પણ સાધુને શરમ આવે. એવા સમયે વહાલનાં નાટકો કરતાં કરતાં એ કહે કે, “વ્યાજ તો વહાલું હોય જ ને ?” એ બોલતી વખતે ય એના મોઢામાંથી પાણી છૂટતું હોય, ત્યારે કોઈ પણ વિવેકી વિચારકને થાય કે, આ જીવો આ રીતે મમતાનાં બંધનોને પંપાળી-પંપાળીને ક્યાં જશે ? આ મમતાને કારણે એમનું ચિત્ત નથી દેરાસરમાં ચોંટતું, નથી આરાધનામાં લાગતું. નથી તો એને આત્માનો વિચાર આવતો કે નથી તો એને પરમાત્માનો વિચાર આવતો, નથી તો એને પરલોકનો વિચાર આવતો કે નથી તો એને પરલોકમોક્ષનો વિચાર આવતો. મમતાનાં કારણે જો આ જ પરિસ્થિતિ બની રહી તો પરલોકમાં દશા શું થશે ? નિર્ધામણા - ભય : પહેલો પ્રસંગ :
એકવાર એક સ્થળે એક મહાત્માને કોઈ શ્રાવકને ઘરે નિર્ધામણા કરાવવા જવાનું થયું. એમને જોતાં જ જે ભાઈ માંદગીમાં બિમાર હતા તે બોલી ઉઠ્યા કે - “મહારાજને કેમ લાવ્યા ? શું હવે મારે મારી જવાનું છે? ના માટે નથી મરવું. મહારાજને પાછા લઈ જાઓ. મારે તો હજુ જીવવું છે.” જાણે કે એ મહાત્મા યમના દૂત થઈને એમને લેવા ગયા હોય, એવી નજરે એ એમને જોતા હતા. મમતાવશ જીવોની કેવી દશા હોય છે ? – એનો આ એક નમૂનો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org