________________
૧૪૯
૬ : ‘દેખતા’ને પણ ‘આંધળા’ બનાવે છે મમતા – 29
સભા : નિર્યામણા એટલે શું ?
તમે સામાન્ય કક્ષાનું પણ જૈન તત્ત્વજ્ઞાન પણ ભણ્યા નથી તેથી આવા પ્રશ્નો ઉઠે છે. નિર્યામણા જૈન ધર્મનો પારિભાષિક શબ્દ છે. એનો અર્થ થાય છે, અંત સમયની, મૃત્યુસમયની આરાધના કરાવવી.
નિર્યામણા - મમતા : બીજો પ્રસંગ :
આવો જ એક પ્રસંગ મારે અનુભવવાનો આવ્યો. એક ભાઈની છેલ્લી અવસ્થા સમજી મને નિર્યામણા કરાવવા લઈ ગયા. સ્વજનોને પણ ફોન કરીને બોલાવાયા હતા અને એક પછી એક આવી રહ્યા હતા. મેં પહોંચીને હિતશિક્ષા વગેરે આપીને નિર્યામણા કરાવવા નવકાર મંત્રનો પ્રારંભ કર્યો. નવકાર મંત્રનાં એક-બે પદ બોલ્યો, એટલામાં એ ભાઈ બોલ્યા, ‘દીકરીની દીકરી આવી ?' દીકરો કહે, ‘બાપાજી એ પછી, અત્યારે મહારાજ સાહેબ આવ્યા છે, માંગલિક સંભળાવે છે. એ તમે ધ્યાન દઈને બરાબર સાંભળો', તો એ પરિસ્થિતિમાં ય ડોળા કાઢીને બોલ્યા કે ‘એમને બોલવું હોય તો ભલેને બોલે, મેં ક્યાં ના પાડી છે. પણ બેબીનું શું થયું ? એ ક્યારે આવે છે ? મારે એનું મોઢું જોઈને પછી જ જવું છે’. અને પછી મારી તરફ આંખ ફેરવીને કહ્યું- ‘મહારાજ ! તમ- તમારે ચાલુ રાખો !' છેલ્લા સમયે પણ જેની આવી મમતા હોય, એનું ભવિષ્ય કેવું ? એ સ્થિતિમાં એનો જીવ નીકળે તો એની ગતિ કઈ થાય ?
Jain Education International
701
નિર્યામણા - લોભવૃત્તિ : ત્રીજો પ્રસંગ :
એક એવો જ બીજો પ્રસંગ બન્યો હતો. પરમતારક ગુરુદેવ નિર્યામણા કરાવવા ગયા. એક માંદગીગ્રસ્ત પિતાનો દીકરો બોલાવવા આવ્યો. દીકરાએ કહ્યું, ‘સાહેબ ! મારા પિતાજીએ પૈસો કમાવવા પાછળ આખી જિંદગી બરબાદ કરી છે. કાળી મજૂરી કરી છે. કાળા-ધોળા કરવામાં પાછું વાળીને જોયું નથી. છેલ્લા એક વર્ષથી હું એમને કહું છું કે, અમારે તમારો એક રૂપિયો જોઈતો નથી. તમારા હાથે જ આ બધું વાપરીને જાઓ, તો થોડું પાપ પણ હળવું થશે, પણ અમારી એક વાત સમજવા તૈયાર નથી, આપ આવીને સમજાવો અને આપનાથી સમજીને કાંઈક સુકૃત કરે તો એમનું ભવિષ્ય ઉજળું થાય.’
‘અમે ઈચ્છીએ છીએ કે, એ એમની પૂરેપૂરી મૂડી વાપરી લે. ડૉક્ટરે પણ
For Private & Personal Use Only
www.jainelibrary.org