________________
૩ બંધન જાણો ! બંધન તોડો !
કહી દીધું છે કે, હવે ચોવીશ કલાકથી વધારે નથી. એટલે કૃપા કરીને આપ એમને બરાબર સમજાવજો !'
૧૫૦
ગુરુદેવ ત્યાં પધાર્યા. શાંતિથી એને સમજાવવાની શરૂઆત કરી અને એણે પણ બધી વાતમાં ‘હા’ એ ‘હા’ કરવા માંડી. એટલે એના દીકરાને સંતોષ થયો અને એ પછી એમનો દીકરો જ્ઞાનપૂજન, ગુરુપૂજન ક૨વા માટે મોટા થાળમાં રૂપિયાની થપ્પીઓ લઈને આવ્યો અને પિતાજી જે કાંઈ સુકૃત કરવાનું જાહે૨ કરે તે નોંધવા નોટ-પેન પણ લઈ આવ્યો. પણ જ્યાં એને રૂપિયાની થપ્પીઓ લઈને આવતો જોયો કે તરત જ ઈશારાથી ના, કહીને એને પાછી લઈ જવાનું કહેવા લાગ્યા. આ જોઈને એ દીકરાની આંખમાં આંસુ ઉભરાઈ આવ્યા અને કહ્યું કે ‘પિતાજી હવે તમારો છેલ્લો સમય છે. તમે તમારા હાથે જ વાપરી લો, અમે અમારું ફોડી લઈશું. આમાંથી એક પૈસો અમે અમારા કામમાં વાપરવાના નથી. તમારા ગયા પછી બધો જ ધર્માદો કરવાના છીએ. જેટલું તમે તમારા હાથે કરીને જશો, તેટલું તમારા ભેગું આવશે !' આમ કહીને દીકરાએ ખૂબ કાકલુદી કરી, પણ બાપ ન પલળ્યો તે ન જ પલળ્યો. એની મક્કમતા અડગ હતી. છેલ્લે આખી થાળીમાંથી એણે માત્ર રૂપિયો લીધો ને જ્ઞાનપૂજન કર્યું. દીકરાને કહ્યું, ‘આ થાળ લઈ જા.’ દીકરો ધ્રુસકે-ધ્રુસકે ૨ડી પડ્યો. એને થયું, મારા બાપની ગતિ કઈ થશે ? ગુરુદેવે તેને કહ્યું, ‘તેં તારું કર્તવ્ય પૂરું કર્યું. હવે તો જીવની જેવી ભવિતવ્યતા હશે તેવું પરિણામ આવશે' અને સાંજે જ સમાચાર મળ્યા કે ‘એ ભાઈ ગયા.’
702
સ્વજન, સંપત્તિની મમતા કેવી હોય છે, એના આ નમૂના છે. તમે એવું નહિ માનતા કે આવી મમતા તમારામાં તો નથી જ, મમતાની લાગણીઓ અંદર ધરબાઈને બેઠી હોય છે. એવી કેટલીક લાગણીઓનો તો અવસર આવે ત્યારે જ ખ્યાલ આવે છે. જેમ કેટલીક વાર રાખમાં અગ્નિ ઢંકાયેલો હોય છે. તે નરી આંખે જોતાં ઓળખાય નહિં, પરંતુ જ્યારે એમાં ઈન્ધન પડે કે સીધો ભડકો થાય. એ રીતે મમતાના સંસ્કાર અંદર ઘર કરી બેઠા હોય, એ ન પણ દેખાતા હોય. પરંતુ કોઈક નિમિત્ત મળતાં બહાર આવે છે.
નિર્યામણા – મોહ-અજ્ઞાન : ચોથો પ્રસંગ :
એવો જ હજુ એક પ્રસંગ પણ કહ્યું. એક જુવાન. અઢાર વર્ષની ઉંમરનો -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org