________________
૧૫૧
–
૬ : “દેખતા'ને પણ “આંધળા' બનાવે છે મમતા - 29
-
703
ગંભીર રોગમાં પટકાયો. પરમતારક ગુરુદેવને નિર્ધામણા માટે વિનંતિ કરાઈ અને તેઓશ્રી તે માટે પધાર્યા. પૂજ્યશ્રીને અત્યંત ભાવપૂર્વક વંદન કરીને તે યુવાને કહ્યું, “ભગવંત ! આપનાં પુસ્તકો મેં વાંચ્યાં છે, સર્વવિરતિનો મહિમા સમજાયો છે. જીવનની સાર્થકતા એના સિવાય નથી. મને એટલું જ દુઃખ છે કે, સર્વવિરતિ લઈ ન શક્યો. આપ મારી સ્થિતિ જુઓ છો. અત્યારે સર્વવિરતિ લઈ શકું, એવી કોઈ મારી સ્થિતિ નથી, પણ આપ મને એક અભિગ્રહ આપો કે જો આમાંથી ઉભો થાઉં તો સર્વવિરતિ લેવી.” એની શુભ ભાવના જોઈ ગુરુદેવે અભિગ્રહ આપવાનો ચાલુ કર્યો ત્યાં જ એના બાપે ગુરુદેવને હાથ જોડીને વિનંતિ કરી કે “નહિ, મહારાજ સાહેબ ! એ નહિ, બીજું બધું બરાબર, પણ આ દીક્ષા-બીક્ષાનો અભિગ્રહ નહિ આપતા.” ગુરુદેવશ્રીએ એને સમજાવતાં કહ્યું કે હવે એની જીવવાની કોઈ આશા નથી. આ તો સાજો-નરવો થાય તો વાત છે અને બાર કલાકથી વધારે નથી, એમ ડૉક્ટરે કહ્યાનું તમે જ મને કહી ગયા છો. અત્યારે એને સર્વવિરતિના મનોરથ થયા છે, તો એ માટેનો અભિગ્રહ આપવામાં વાંધો શું ?'
પણ એના બાપે તો એક જ જીદ પકડી કે, “ના, એ તો નહિ જ બને !” ગુરુદેવે પૂછ્યું કે “શું તમે એની છેલ્લે છેલ્લી ભાવના પણ પૂરી નહિ થવા દો ?” એની બીજી જે ભાવના હોય તે પૂરી કરું, પણ આ તો નહિ જ.” આ પરિસ્થિતિમાં મૃત્યુશધ્યામાં પડેલો દીકરો ગુરુદેવને કરગરતો રહ્યો, પણ એના બાપે એને નિયમ ન લેવા દીધો તે ન જ લેવા દીધો. છેવટે ગુરુદેવે છોકરાને કહ્યું, “તારા બાપા તને આ નિયમ મને નહિ આપવા દે, પરંતુ તું તારા મનથી લઈ લે. તારું જરૂર કલ્યાણ થશે” અને દીકરાએ પૂજ્ય ગુરુદેવની હાજરીમાં જ મનોમન નિયમ લીધો અને આંખના ઈશારે ખ્યાલ આપ્યો. ગુરુદેવે એના માથા ઉપર કરુણાભીનો હાથ મૂક્યો અને છેલ્લી નિર્ધામણા કરાવી તેઓશ્રી એની રૂમમાંથી નીકળ્યા અને હજી એ મકાનનાં પગથિયાં ઉતરે તે પહેલાં જ સમાચાર મળ્યા કે તેણે પોતાનો દેહ છોડી દીધો. મમતામાં અંધ બનેલાં મા-બાપ સંતાનોનું કેવું કારમું અહિત કહે છે ? તેનો આ ઉઘાડો નમૂનો છે.
કોઈને માટે અભિપ્રાય આપવા આ બધું સાંભળવાનું નથી. તમારી જાતનું નિરીક્ષણ કરો કે, તેમને પોતાને કયાં-કયાં બંધન કઈ રીતે નડે છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org