________________
૧૫૨ – – ૩ – બંધન જાણો ! બંધન તોડો–
704 બંધન જેને તોડવાં છે, તેવાં માવતરો પણ જોયાં છે કે આવે અને ગરુમહારાજને કહી જાય - “સાહેબ, એકનો એક દીકરો છે. અમારી એના ઉપર મમતા ખૂબ છે, પણ આપને દીકરો યોગ્ય લાગે તો દીક્ષા આપી દેજો, અમને પૂછતા નહિ.” આજે પણ એવાં મા-બાપ છે. મમતા તોડી આપે એવા કલ્યાણમિત્ર રાખો :
બંધન જેને બંધન લાગતું હોય અને ખટકતું હોય તેવી વ્યક્તિ તે બંધનને તોડવા કેવો પુરુષાર્થ કરે છે ! તે પણ સમજવા જેવું છે.
એક શ્રીમંત હતો. ધનની મમતા એને બહુ સતાવતી. એટલે એ જમાનાનો એ મોટો શ્રીમંત હોવા છતાં સારા કામમાં એ એક રૂપિયો પણ વાપરતો નહિ. આ પરિસ્થિતિમાં એકવાર એ પરમતારક ગુરુદેવના સંપર્કમાં આવ્યો, તેઓશ્રીનાં પ્રવચનો સાંભળીને એની ચેતના જાગૃત થઈ. આત્મમંથન કરતાં તેને પોતાની લોભવૃત્તિ ઉપર નફરત પેદા થઈ અને એનાથી છૂટવા માટે એ પરમતારક ગુરુદેવશ્રી પાસે આવ્યા અને એણે રોતી આંખે ગુરુદેવને કહ્યું કે મારી પાસે એટલા બધા રૂપિયા છે કે, એને ક્યાં રાખવા એ સવાલ છે. પણ સ્વભાવ એવો છે કે, એક રૂપિયો છૂટતો નથી. હું મરીને ક્યાં જઈશ ? કાંઈક આમાંથી છૂટવાનો રસ્તો બતાવો.”
મહાપુરુષો કેવા હોય છે, એ મારે તમને બતાવવું છે. “આટલા અહીં આપી દે... આટલાં અહીં આપી દે...” એમ ન કહ્યું, પણ પૂછયું કે,
તમારો કોઈ ધર્માત્મા કલ્યાણ મિત્ર છે ?” હાજી છે !' ‘તમે એમને બધી વાત કરી શકો ?' હાજી, કરી શકું.”
તો તમે એક કામ કરો. તમારી બાર મહિનાની પરિસ્થિતિનો તેમને ખ્યાલ આપી દો કે, બાર મહિને આટલા વપરાય ત્યાં સુધી મને વાંધો નથી. જ્યાં લખાવવા જેવા લાગે ત્યાં લખાવી દેવા. મને બિલકુલ પૂછવું નહિ. તમે જ્યાં લખાવ્યા હશે ત્યાં રૂપિયા હું મોકલી દઈશ.” આ સાંભળી તરત તેણે એનો અમલ કર્યો અને પોતાના કલ્યાણમિત્રને પોતાની પરિસ્થિતિ જણાવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org