________________
૧૫૩ – ૬: દેખતા'ને પણ “આંધળા બનાવે છે મમતા - 29 – 705 જવાબદારી પણ એમને સોંપી દીધી. એણે પોતાના કલ્યાણમિત્રને ત્યાં સુધી કહ્યું કે, “મારા તરફથી પારણાં કે અત્તરવાયણાં હોય તો મને નહિ બોલાવતા. હું એ પણ નહિ જોઈ શકું; પણ કરજો એવું કે મારો રૂપિયા લેખે લાગે.
સભા એટલા હળુકર્મી તો ખરા ને ? ચોક્કસ, એટલે જ તો ગુરુદેવે તેમને માર્ગ બતાવ્યો અને તેમણે તે માર્ગ અપનાવ્યો, પુરુષાર્થ કર્યો અને બે વર્ષ પછી પરિણામ એ આવ્યું કે, “જો આ રીતે મારા રૂપિયા વપરાય જ છે તો હું મારા હાથે જ કેમ ન વાપરું?' એવા વિચારે એ પોતે જ રૂપિયા વાપરતા થઈ ગયા. સભા : પૈસા ઉપર મમતા ન રાખવી. એ વાત તો બરાબર છે, પણ સ્વજન-પરિવાર
ઉપર મમતા ન રાખવી, એ બેસતું નથી. જે અમારા માટે મરી ફીટવા તૈયાર
હોય, એના ઉપર પણ મમતા નહિ રાખવાની ? કોઈ કોઈનું નથી : બધા સ્વાર્થના જ સગાં છે ? | પહેલી વાત તો એ છે કે મમતા વસ્તુ જ એવી છે કે તે કોઈના ય ઉપર રાખવા જેવી નથી.
બીજી વાત એ છે કે જે તમારા માટે મરી ફીટવાની તૈયારી રાખતા હોય, એ મરીને પણ તમને તો નહિ જ બચાવી શકે. તમારું બચવું કે ન બચવું તો તમારા પુણ્ય-પાપ ઉપર આધારિત છે. તમારા ઉપર કોઈની મમતા ઉપર આધારિત નથી અને ત્રીજી વાત એ છે કે જે કોઈ એમ કહેતું હોય કે હું તમારા માટે મરી ફીટવા તૈયાર છું, એમાં પણ કોઈ માલ નથી.
સૌ પોતપોતાનાં સ્વાર્થનાં સગા છે. અપવાદને બાદ કરતાં કોઈ, કોઈને માટે મરી ફીટતું નથી. સભા : શું અમારે ઘરમાં જે પરસ્પર એકબીજા માટે જાન આપી દેવાની વાત થાય
છે, તે સાવ ખોટી ? વ્યક્તિગત તો હું કોઈના માટે કાંઈ નહીં કહું. કારણ કે મારી પાસે કોઈના મનને સો ટકા જાણી શકે એવું કોઈ જ્ઞાન નથી. પરંતુ મોટા ભાગે કહું તો નરદમ જૂઠાણું છે. આવું બોલનારા એકબીજાના મર્યા પછી મજેથી જીવતાં તમે અને મેં અનેકને જોયાં છે. આમ છતાં આવા જુઠ્ઠા સંવાદો કરી, એકબીજાને મોહની લપેટમાં લેવાના અને મમતાનાં જાળાં ગૂંથવાના ખોટા પ્રયાસો શું કામ કરો છો ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org