________________
૧૪૨
૩
-
બંધન જાણો ! બંધન તોડો !
તમે મોહના અંધાપામાંથી છૂટી શકો એવો હું તમને ઉપાય બતાવું, પણ તમારે
એ ઉપાય કરવો છે ?
સભા ઃ બતાવો !
Jain Education International
694
એમ સીધે સીધું બતાવાય એવો આ સસ્તો માલ નથી. પહેલાં તૈયારી બતાવો. ફરી પૂછું છું - ‘આ જાપ તમારે કરવો છે ?’ ‘અદં’ અને ‘મમ’ કર્યા જ કરવાનું છતાં મોહના અંધાપાથી છૂટવાનો માર્ગ જે જ્ઞાનીએ બતાવેલો છે, તે મારે તમને બતાવવો છે.
ઘણા લોકો કોઈને કોઈ જાપ કરતા હોય છે, પણ જ્યારે ઠેકાણું નથી પડતું, ત્યારે તેઓ કોઈને કોઈ અનુભવી પાસે જાય છે અને કહે કે, અમુક મંત્ર ગણું છું. છતાં કામ કેમ થતું નથી ? ત્યારે અનુભવી વ્યક્તિ એનો મંત્ર સાંભળ્યા પછી એમાં ખૂટતી કડી ઉમેરી આપે છે અને એ માટે ૩, હ્રૌં કે શ્રીં, છીં વગેરે શરૂઆતમાં જોડવાના બીજમંત્રો કે ૪: ૪: સ્વાહા, સ્વાહા કે ત્ ર્ જેવા પાછળ જોડવાના બીજમંત્રો એ મંત્રની સાથે જ્યાં જરૂ૨ હોય ત્યાં આગળ કે પાછળ જોડી આપે છે. તેમ પૂજ્ય ઉપાધ્યાયજી ભગવંત પણ એ જ કહે છે કે, હું તમને તમારા જ મંત્રમાં એક બીજમંત્ર ઉમેરી આપું. તમારો જાપ ઉભો રહે. છતાં મારા આપેલા આ બીજમંત્રને તમારા મોહે આપેલા મંત્ર સાથે જોડવાથી મોહની નિદ્રામાંથી બહાર અવાય અને તમને આત્મદર્શન અવશ્ય થાય. દરેક જગ્યાએ એ બીજમંત્ર ઉમેરવાનો છે.
સભા : આ રસ્તો ગમે એવો છે, કયો છે એ બીજમંત્ર ?
એ જ તો મારે તમને બતાવવો છે. એ ચોક્કસ સારો અને હિતકારી પણ છે. છતાં તમને કેટલો ગમશે એ સવાલ છે.
સભા : આટલો સારો ઉપાય નહિ ગમે, એવું આપ કેમ માનો છો ?
આજ સુધીના તમારા માટે થયેલા અનુભવોને કારણે.
સભા ઃ આપ નિરાશ ન થાઓ !
જો હું નિરાશ થયો હોત તો હું આ પ્રયત્ન જ ન કરતો હોત. આમ છતાં તમને એ માટે સજ્જ કરવા આ વાત કરી રહ્યો છું.
For Private & Personal Use Only
www.jainelibrary.org