________________
૬ : ‘દેખતા’ને પણ ‘આંધળા’ બનાવે છે મમતા - 29
જાપને બંધ કરવાની, છેવટે એની માત્રા ઘટાડવાની પણ જરૂ૨ છે.
પર્યુષણમાં અઠ્ઠાઈનો તપ કર્યો હશે, દર વર્ષે ચોસઠ પ્રહરી પૌષધ કર્યા હશે, તો કોઈએ લાખો ને કરોડો રૂપિયા સાતક્ષેત્રમાં વાપર્યા હશે ! જેની એવી તાકાત નહિ હોય તેઓએ પણ પોતાની શક્તિ મુજબ દાન-ધર્મ કર્યો હશે. જિનમંદિરો બંધાવ્યાં હશે; ઉજમણાં-સંઘ-ઉપધાન-પૂજા-પ્રતિષ્ઠા વગેરે ઘણાં ઘણાં ધર્મકાર્યો કર્યા હશે; તે છતાં આત્મભાન કે આત્મજ્ઞાન કેમ ન થયું ? - એ વિચાર્યું ? એનું એક જ કારણ કે મોહનો આ જાપ બંધ કરવાનો કે ઘટાડવાનો ક્યારેય પ્રયત્ન જ ન કર્યો. એને ચાલુ જ રાખ્યો અને અવસર આવ્યો તો એની માત્રા પણ તમે વધારી દીધી. - આવા લોકોને જોઈને મોહ કહે છે, હું નિશ્ચિંત છું. જ્યાં સુધી આ જાપ બંધ નહિ થાય ત્યાં સુધી એને ક્યારેય આત્મબોધ કે આત્મદર્શન નહિ થાય અને જ્યાં સુધી આ ધર્મક્રિયાઓ કરનારને આત્મબોધ કે આત્મદર્શન નહિ થાય ત્યાં સુધી મારે ચિંતા કરવાનું કોઈ કામ નથી.
૧૪૧
―
-
જ્યાં સુધી મોહનો જાપ ચાલુ છે ત્યાં સુધી આ ત્રુપ્તિજ્જ્ઞ પદ એમને અડવાનું નથી અને જ્યાં સુધી વ્રુન્ફિગ્ન પદ ન અડે, ત્યાં સુધી એ જીવ મોહની પક્કડમાંથી ક્યારેય ન છૂટે.
693
વૃપ્તિન પદ જેને અડે તેને જ મોહને ઓળખવાનું મન થાય અને જે મોહને ઓળખવાનો પ્રયત્ન કરે તે જ મોહથી બચવાનો પ્રયત્ન કરે અને જે મોહથી બચવાનો પ્રયત્ન કરે તે જ મોહથી બચી શકે.
આખી ચર્ચાનો સાર એ છે કે મોહની વિડંબણાથી છૂટવું હોય, આત્મદર્શન કરવું હોય, આત્મસ્વરૂપ પ્રગટાવવું હોય તો મોહના ‘દં’ અને ‘મમ’ : આ બે મંત્રનો જાપ બંધ કરો !
સભા : મહારાજ સાહેબ અનાદિકાળની આ ટેવ છે.’એકસરખો અજપા-જપ ચાલુ છે અને તમે કહો કે, આને બંધ કરી ધો. તો એ એકદમ કઈ રીતે શક્ય બને ? આ જાપ ચાલુ રહે છતાં અંધાપાને ટાળી શકાય અને મોહને મહાત કરી શકાય એવો કોઈ રસ્તો હોય તો બતાવો !
Jain Education International
‘આ જાપ છોડવો નથી, છતાં બંધન તોડવું છે.’ એવા લોકો ઉપર પણ પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે કરુણા કરીને વચલો રસ્તો કાઢી આપ્યો છે.
પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે, તમારો આ જાપ ચાલુ રહે, છતાં
For Private & Personal Use Only
www.jainelibrary.org