________________
૧૪૦
692
– ૩ - બંધન જાણો ! બંધન તોડો ! સંપત્તિ વગેરે “મારું. મોહનો આ મંત્ર છે. જે જગતને અંધ બનાવે છે.
મોહનો આ મંત્ર જેટલો વધારે જપાય તેટલો અંધાપો ઘેરો બને છે. એ અંધાપાને કારણે આત્મભાન થતું નથી. જ્ઞાનાદિ સંપત્તિ તરફ નજર જતી નથી.
હું આત્મા નહિ પણ “હું” શરીર. જ્ઞાનાદિ “મારું” નહિ પણ સ્વજન-સંપત્તિ વગેરે “મારું.” જ્યાં સુધી મોહ-મંત્રનો જાપ ચાલુ હોય ત્યાં સુધી આ ભ્રમ જીવતો જ રહેવાનો અને જ્યાં સુધી આ ભ્રમ જીવતો જ રહેવાનો ત્યાં સુધી હિંસાદિનાં બંધનો અને એનાથી સર્જાતાં કર્મનાં બંધનો વધુ ને વધુ દૃઢ થતાં જ જવાનાં. એનો એક પળ પણ ઉકલવાનો નથી અને આ સંસારને આંચ પણ આવવાની નથી. એ બંધનથી આત્મા બંધાય છે, નિરંતર બંધાય છે. તેથી જ સ્વરૂપની ઝાંખી થતી નથી.
મને-તમને આત્માનો બોધ થતો ન હોય, સ્વરૂપની ઝાંખી થતી ન હોય તો તેની પાછળ આ “માં” અને “મ' નો સતત ચાલતો રહેતો જાપ જવાબદાર છે. માટે જ પૂજ્ય ઉપાધ્યાયજી ભગવંતે “જ્ઞાનસારમાં કહ્યું કે -
“મદં મતિ મત્રોડ મોદશ નહિ હું અને મારું મોહનો આ મંત્ર જગતને આંધળું કરનાર છે.' સાક્ષાત્ તીર્થંકર ભગવંત હાજર હોય, સમવસરણ મંડાયું હોય, આપણે તેમાં બેઠા હોઈએ અને પાંત્રીસ અતિશયથી યુક્ત એવી પ્રભુની વાણી સાંભળવા મળે, પણ આ મોહનો જાપ ચાલુ હોય તો આપણને આત્મજ્ઞાન કે આત્મભાન થાય નહિ. આત્મા સમજાય નહિ, આત્મા ઓળખાય નહિ, આત્માની પ્રતીતિ થાય નહિ.
જ્યાં સુધી આપણે “ગદં’ અને ‘મા’ નો જાપ બંધ ન કરીએ ત્યાં સુધી તારક તીર્થકરો પણ આપણને આત્માની પીછાણ કે અનુભૂતિ કરાવી શકે નહિ. માટે જ પહેલાં હું અને “મારું” આ જાપ બંધ કરવાની જરૂર છે..
ભલે તમે અહીં તારક તીર્થાધિરાજની પવિત્ર છાયામાં બેઠા છો. આમ છતાં જો તમારો “હું” અને “મારું” આ જાપ ચાલુ હશે તો તમને વળગેલાં વળગણો નહિ છૂટે. તેને કારણે જેમ વર્ષોની આરાધના નિષ્ફળ ગઈ તેમ આ વર્ષની આરાધના પણ એળે જશે. એવું ન બને તે માટે તમારે સાવધ થવાની અને આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org