________________
૧૩૯
–
૬ : “દેખતાને પણ “આંધળા બનાવે છે મમતા - 29
–
691
“અનાદિકાળથી મેં આ લોકોને બે મંત્ર આપ્યા છે અને તે મંત્રોને નિરંતર જપ્યા જ કરે છે. એટલે જ તો એ ગમે તેટલી ધર્મક્રિયાઓ - ધર્માનુષ્ઠાનો કરે તો પણ મને જરાય ચિંતા નથી.”
માત્ર ઉપયોગ મૂકી લઉં છું કે મારો જાપ કરે છે કે નહિ ? પછી તે ભલે તીર્થયાત્રાએ જાય, ધન-દોલત લૂંટાવી દે. જીવનભરનું શીલ પાળે, તીર્થકરના સમવસરણમાં જાય કે આગળ વધીને દીક્ષા પણ લે એ પણ જો મારો જાપ કરતો હોય તો તે મારો જ રહેવાનો છે. એટલે કોઈને પણ ધર્મક્રિયા કરતો જોઈને મારે જરાય મુંઝાવા જેવું નથી.' આ મોહનો જવાબ છે.
આપણે તારક ગિરિરાજની છાયામાં આવ્યા. ગુરુમહારાજની નિશ્રામાં આવ્યા, છતાં મોહ મરતો નથી. માટે તમારી સામે જોયું અને તે કહે છે, “મારો જાપ ચાલુ છે ?” તમે હા પાડી, એટલે એ નિશ્ચિત થઈ ગયો.
તમે કોઈ જા૫ કરો છો ? જે જાપ કરતા હોય તે બોલો ? હું જોઉં છું કે તમે નિરંતર કોઈક જાપ કરતા જ હો છો, અને તમારો એ જાપ ચોવીસ કલાક ચાલુ હોય છે, દિવસે પણ ચાલુ હોય અને રાત્રે પણ ચાલુ હોય છે, જાગતા પણ ચાલુ હોય છે અને ઉંઘમાં પણ ચાલુ હોય છે. વ્યાખ્યાન સાંભળતી વખતે પણ ચાલુ હોય છે અને ખાતા-પીતી વખતે પણ ચાલુ હોય છે. ભલે તમારા હાથમાં કોઈ પણ પ્રકારની માળા ન હોય, આમ છતાં તમારો એ જાપ નિરંતર ચાલુ જ છે. કયો છે, જાણો છો ?
સભાઃ અમે જાપ કરતા હોઈએ તો અમને તો ખબર પડે ને ? અમને તો આમાંની કાંઈ જ ખબર નથી કયો જાપ છે એ ?
જ્યાં સુધી તમે ઉપયોગ ન મૂકો ત્યાં સુધી તમને ખ્યાલ ન આવે. ઉપયોગ મૂકો તો જ ખ્યાલ આવે એવો આ જાપ છે.
સભા : કયો જાપ છે એ ? જગતને આંધળું બનાવનાર મહામંત્ર :
કહું છું. એક મંત્ર છે ‘ગર્દી અને બીજો મંત્ર છે - “મમ' “હું અને મારું.' આ જાપ ચાલુ જ છે.
શરીર એ “હું” અને શરીરના સુખમાં સહાયક થાય તે સ્વજન-પરિવાર, ધન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org