________________
૧૩૮
૩ – બંધન જાણો ! બંધન તોડો ! –
- 690
કર્મનાં એ બંધનને ઊભું કરવાનું કામ પરિગ્રહ, હિંસા અને મમતા કરે છે. માટે એ ત્રણને પણ ભગવાનશ્રી મહાવીરદેવે બંધન તરીકે ઓળખાવ્યાં છે.
કર્મનાં બંધન ભલે આપણને ન દેખાય. પણ પરિગ્રહ, હિંસા અને મમતાનાં બંધન તો આપણને પણ દેખાય જ છે. એટલે આપણને એ સ્પષ્ટ થવું જોઈએ કે પરિગ્રહ, હિંસા અને મમત્વ - આ ત્રણ બંધનો છે. એટલે જ એને તોડવા માટે એ ત્રણેયના સ્વરૂપને અને એનાં પરિણામોને જાણવાં જરૂરી છે.
પરિગ્રહના મૂળમાં જોઈએ તો મમતા છે. આ મમતાથી જ આખો સંસાર સર્જાયો છે. તેના માટે અનેક હિંસાદિ પાપો થાય છે, જેના પરિણામે વેરનું બંધન ઉભું થાય છે અને એમાંથી દુઃખની પરંપરા પણ સર્જાય છે.
સૌથી પહેલાં જો મમતાથી છૂટી શકાય તો તે પછી પરિગ્રહ અને હિંસાથી છૂટવું સહેલું છે. જીવનમાં મમતા બરાબર ઘર કરીને બેઠી છે. આજના ધર્મીઓથી મોહરાજા મજામાં :
માટે જ મોહ કહે છે કે દુનિયાને ભલે જેટલી ધર્મ-ક્રિયાઓ કરવી હોય તેટલી કરે, જો એની મમતા જીવતી છે, તો મારે માટે ચિંતાનું કોઈ કારણ નથી. એ ભલે લાખો-કરોડોનું દાન કરે, જિંદગીભરનું શીલ પાળે, માસક્ષમણ, સિદ્ધિતપ, શ્રેણીતપ કરે, તીર્થયાત્રા કરે અને યાત્રા સંઘનાં આયોજન કરે, સામાયિક, પ્રતિક્રમણ કે પૌષધ કરે બાર વ્રતધારી શ્રાવક બને કે પંચ મહાવ્રતધારી સાધુ બને, પણ જો એની મમતા જીવતી જાગતી હોય, તો મને કોઈ ચિંતા નથી. હું નચિંત છું. આ ઉપરથી સમજો કે મમતા કેટલી ખતરનાક છે.
આજે ચારેય બાજુ અનેક પ્રકારનાં ધર્માનુષ્ઠાનો, ધર્મપ્રવૃત્તિઓ થઈ રહી છે, અનેક લોકો હોંશે હોંશે તેમાં જોડાઈ રહ્યાં છે, તે જોઈને મોહની છાવણીમાં ચારેય બાજુ હલચલ મચવી શરૂ થઈ ગઈ. પણ મોહરાજાના પેટનું તો પાણીયે હાલતું નથી, એના અનુયાયીએ એને પૂછ્યું કે “આ બધા આટલી બધી ધર્મક્રિયાઓ કરે છે તો હવે એ તમારા સકંજામાંથી છૂટી જશે. આ બધું જોઈને તમને કાંઈ થતું નથી ?' મોહે ઠંડે કલેજે જવાબ આપ્યો - “જ્યાં સુધી એ મારો આપેલો જાપ જપે છે, ત્યાં સુધી હું નિશ્ચિત છું. કોઈ પણ વ્યક્તિ જ્યારે ધર્માનુષ્ઠાન કરે ત્યારે હું જોઈ લઉં છું કે એ મારો આપેલો જાપ તો કરે છે ને ? અને જ્યારે મારો આપેલ જાપ એને કરતો જોઉં છું, ત્યારે હું સાવ નિશ્ચિત થઈ જાઉં છું.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org