________________
૬ : ‘દેખતા”ને પણ ‘આંધળા’ બનાવે છે મમતા
અનંત ઉપકારી, ચરમતીર્થપતિ, શ્રમણ ભગવાન શ્રીમહાવીર પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા પંચમ ગણધર ભગવંત શ્રીસુધર્માસ્વામીજી મહારાજાએ દ્વાદશાંગી પૈકીના બીજા સૂયગડાંગજી નામના મહાન આગમ ગ્રંથ દ્વારા જંબુસ્વામીજીને ઉદ્દેશીને આત્મ-જાગૃતિનો સંદેશો સંભળાવ્યો છે. ‘યુન્ફિગ્ન’ પદ દ્વારા તું જાગ - આત્માને ઓળખ, આત્માના સ્વરૂપને પીછાણ
એ ઉપદેશ આપ્યા પછી ‘તારું જે મૂળભૂત સ્વરૂપ છે તે દેખાતું નથી; તેનું કા૨ણ જો કોઈ હોય તો તે બંધન છે. તે બંધનને ઓળખ, ઓળખીને તેને તોડી નાંખ !' - એવો જ્યારે ઉપદેશ આપ્યો ત્યારે નતમસ્તકે - બે હાથ જોડી વિનયપૂર્વક જંબૂસ્વામીએ પૂછ્યું -
‘ભગવાન મહાવીરે બંધન કોને કહ્યું છે ? તેને શું જાણીને તોડી શકાય ? તેને તોડવાનો માર્ગ કર્યો ?'
તેના ઉત્તરમાં સુધર્માસ્વામીએ જંબુસ્વામીને ઉદ્દેશીને કહ્યું, ‘ભગવાન મહાવીરે ત્રણ પ્રકારનાં બંધન બતાવ્યાં છે. તેનાથી આત્મા નિરંતર બંધાય છે અને ચાર ગતિમાં રખડી રહ્યો છે.’
આ રીતે ચારગતિ અને ચોર્યાસી લાખ યોનિઓમાં ભટકવું એ કાંઈ આત્માનું સ્વરૂપ નથી. ચાર ગતિમાં રખડવું, અનેક જન્મ-મરણો વચ્ચે અટવાયા કરવું અને ભયંકર દુઃખોનો ભોગ બનવું, તે આત્માનો સ્વભાવ નથી. આમ છતાં તે આ બધાં દુ:ખોનો ભોગ બન્યો તેનું કારણ બંધન છે. આ બંધન કર્મનું છે ! નથી એ તમને દેખાતું કે નથી એ અમને દેખાતું, છતાં તે નિરંતર આત્માને બાંધે છે, એ એક હકીકત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org