________________
૨ : હિંસા કે પ્રતિહિંસાથી વૈર શમતું નથી પણ વધે છે 25 - 603 ન દેવી.’ આ વાતને ગંભીરતાથી વિચારજો ! હવે ભગવાનની વાત કહીએ.
પોતાને પૂછવા આવેલા ૯૮ પુત્રોને ભગવાને એમ ન કહ્યું કે, ‘ચિંતા કરતા નહિ, ભરતને હમણાં જ બોલાવીને સમજાવી દઉં છું, રસ્તો કાઢી લે, લડવાની જરૂર નથી' અને એમ પણ ન કહ્યું કે, ‘એ ચક્રવર્તી છે, એને આમ કર્યા વિના છૂટકો જ નથી. એટલે એને મારાથી કાંઈ નહીં કહેવાય. તમે સમજી જાઓ અને પરસ્પર સંપીને રહો. તમે બધા સંપીને રહેશો તો મને ગમશે.’ આવી કોઈપણ વાત ભગવાને ન કરી.
૫૧
――
સભા : તો ભગવાને શું કહ્યું ?
ભગવાને એમને આત્મજાગૃતિનો નાદ સંભળાવ્યો. સંસારની ભયાનકતા સમજાવી. અર્થ-કામની અનર્થકારિતા સમજાવી અને એ બધું જ છોડીને અહીં આવવાનું સમજાવ્યું અને એ માટે એક દૃષ્ટાંત આપ્યું.
સભા : એ માટે ભગવાને કયું દૃષ્ટાંત આપ્યું ?
:
એ માટે ભગવાને કહ્યું કે, એક ખાણીઓ હતો. કોલસાની ખાણમાં કામ કરતો હતો. પાણીની મશક લઈને ખાણમાં કામ કરવા ગયો. ગરમીના એ દિવસો હતા, ગરમી બેસુમાર હતી. એ પરિસ્થિતિમાં જ એણે ખાણમાં કામ કરવાનું હતું. જેમ જેમ એ ખાણમાં કામ કરતો ગયો, તેમ તેમ તેની તરસ વધતી ગઈ અને જેમ જેમ એની તરસ વધતી ગઈ તેમ તેમ એ મશકનું પાણી પીતો ગયો ને ઊંડો ઉતરતો ગયો - પાણી પીતો ગયો ને ખાણમાં ઊંડે ઉતરતો ગયો. બધું જ પાણી પૂરું થઈ ગયું - તરસ વધવા લાગી. છેવટે થાકીને એ પાણી માટે ખાણમાંથી બહાર નીકળ્યો પણ પાણી ક્યાંય મળ્યું નહિ. પાણીની શોધમાં ને શોધમાં તે આગળ ચાલ્યો. તેમાં એક લીમડાનું ઝાડ જોયું અને થાક્યો પાક્યો એની નીચે બેઠો. જમીન ઠંડી હતી. પવન ઠંડો આવતો હતો ને કામ કરીને એ થાકેલો હતો, એટલે એને ઉંઘ આવી ગઈ. તરસ તો હતી જ અને એમાં સ્વપ્ન ચાલુ થયું. સ્વપ્નમાં ને સ્વપ્નમાં તે પાણીની શોધમાં ચાલ્યો, એમાં કૂવો મળ્યો, એણે કૂવાનું બધું પાણી પી લીધું, પણ એની તરસ છીપી નહીં, ત્યાંથી એ આગળ ગયો, ત્યાં એને નદી મળી, એ નદીનું બધું પાણી પી ગયો. છતાં એની તરસ છીપી નહીં. ત્યાંથી એ આગળ ને આગળ શોધ કરતો ગયો. ઝરણું, સરોવર વગેરે જે મળ્યું, જેટલું મળ્યું બધાનું બધું જ પાણી પી ગયો. પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org