________________
પર
- ૩ - બંધન જાણો ! બંધન તોડો ! - 604 પાણીની તરસ છીપાતી નહોતી. મૂળમાં સાચું પાણી પીવાય તો આંતરડી ઠરે. સપનાના પાણીથી સાચી તરસ શી રીતે છીપે ? સ્વપ્ન આગળ ચાલ્યું અને એ પોતે પણ સ્વપ્નમાં આગળ વધ્યો – છેક દરિયાકાંઠે પહોંચ્યો. તેનું ય બધુ પાણી પી લીધું. દુનિયામાં જેટલું પાણી હતું, તે બધું જ પીવાઈ ગયું, પણ તરસ ન છીપી.
સ્વપ્નમાં ને સ્વપ્નમાં આગળ વધતાં માર્ગમાં એક નાનું ખાબોચીયું જોયું. એકલો કાદવ હતો. વચ્ચે વચ્ચે સાવ જ ડહોળાયેલું ગંદામાં ગંદું અને તે પણ સાવ જ થોડું પાણી હતું. આમ છતાં તરસ એટલી તીવ્ર હતી કે એને પાણી વગર ચાલે તેવું ન હતું અને કાદવમાંથી જુદું પાડીને પાણી પીવાય તેવું પણ ન હતું. એટલે એણે થોડું ઘાસ લીધું, ઘાસનો નાનો પૂળો બનાવ્યો અને કાદવવાળા પાણીમાં એ પૂળો બોલી બોળીને તેમાં ચૂસાયેલાં પાણીનાં ટીપાં મોઢામાં પાડવા લાગ્યો અને એ રીતે મારી તરસ છીપશે, એમ માનવા લાગ્યો.
આટલું કહીને ભગવાને ૯૮ પુત્રોને પૂછ્યું કે, જે તરસ નદી-નાળાં-તળાવસરોવર અને સમુદ્રના પાણીથી ન શમી તે તરસ આ ખાબોચીયાના પાણીનાં ટીપાંથી શમી શકે ખરી ?
૯૮ પુત્રોએ કહ્યું, ન શમી શકે.
ત્યારે ભગવાને કહ્યું, આજ સુધીમાં તમે રાજ્યનાં સુખોને ભોગવીને આવ્યા છો. વિશાળ એવા દેવલોકમાં દેવપણાનાં, દેવેન્દ્રપણાનાં સુખો ભોગવીને આવ્યા છો, આમ છતાં જો એનાથી તમારા મનની તૃપ્તિ ન થઈ તો આ રાજ્ય ભોગવવાથી તૃપ્તિ થશે ?
ત્યારે એમણે પૂછ્યું કે, ભગવનું, જો આમ જ છે તો તૃપ્તિને પામવાનો માર્ગ કયો ?'
ત્યારે ભગવાને કહ્યું કે, એ માટેનો માર્ગ છે : “સર્વ સંગના ત્યાગનો અને રત્નત્રયીની સાધનાનો.”
આ બધી જ વાત આગળ વૈતાલિય નામના બીજા અધ્યયનમાં આવવાની છે. સભા : આ સાંભળીને ૯૮ પુત્રોએ શું કર્યું ? એમને એવું ન લાગ્યું કે ભગવાન
આડકતરી રીતે ભરતનો પક્ષ કરે છે અને અમને અન્યાય કરે છે !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org