________________
૫૦
- ૩ - બંધન જાણો ! બંધન તોડો ! -
602
“લડાઈ-ઝઘડાની વાત નથી, ખાલી વચ્ચે પડો ને સમજાવો. એની પાસે છે, એમાં મારા ય છે અને હું જેના લાવ્યો એ બીજાના પણ છે. હવે આની પાસે દબાઈ ગયેલા રૂપિયા જો તમે નહિ અપાવો તો મારા જેવા જેટલા ઉઠશે, એ બધાની જવાબદારી આપની રહેશે,” તો કોઈક તો વળી આવેશમાં આવીને એમ પણ કહી દે કે, “એ બધાનું પાપ તમારે માથે !” આવા નાસમજ લોકોને અમારે શું કહેવું ?
શું એણે જેને પણ રૂપિયા ધીર્યા એ અમને પૂછીને ધીર્યા હતા ? એણે જેના પણ રૂપિયા લીધા તે અમને પૂછીને લીધા હતા ? શું પારકી મૂડીએ વેપાર કરવો કે પારકી મૂડી ભેગી કરી બીજાને આપીને એનાથી કમાવું, એવું માર્ગદર્શન અમે આપ્યું હતું ? જો ના, તો અમારી જવાબદારી શી રીતે ? અને એ અમારા માથે આ બધી જવાબદારી શી રીતે નાંખી શકે ?
ધર્મશાસ્ત્રોમાં પ્રાથમિક કક્ષાના ધર્મી માટે પણ એવી ઉત્તમ નીતિ-મર્યાદા બતાવી છે કે, “પારકી મૂડી ઉપર ધંધો કરવો નહિ અને પોતાની બધી જ મૂડીને ધંધામાં હોમવી નહિ.” “યોગશાસ્ત્રમાં કહ્યું છે કે - 'पादमायान्निधिं कुर्यात्, पादं वित्ताय खट्टयेत् ।
મોજાયો પર્વ પાઉં ભર્તવ્યપોષot ' આવકના ચાર ભાગ કરવા. એક ભાગનો નિધિ કરવો, બીજો ભાગ ધંધામાં રોકવો, ત્રીજો ભાગ ધર્મ અને ભોગમાં વાપરવો અને ચોથો ભાગ આશ્રિતપરિવારાદિના પાલન-પોષણમાં વાપરવો.
ધર્મશાસ્ત્રોની આવી રૂડી નીતિ-મર્યાદાઓનું ઉલ્લંઘન કરીને પારકી મૂડીએ ધંધો કરાય છે કે પોતાની બધી જ મૂડીને ધંધામાં લગાડી દેવાય છે. એટલે જીવનમાં આ દા'ડા આવ્યા છે. પેટ ચોળીને શૂળ ઊભું કર્યું છે. સભા: ૯૮ પુત્રો ભગવાન પાસે ગયા, તો ભગવાને એમને શું કહ્યું ?
ભગવાને એમને શું કહ્યું ? એ તો હું તમને કહેવાનો જ છું. પણ એ પહેલાં ભગવાને તમને શું કહ્યું છે, એ સમજાવી રહ્યો છું.
ભગવાને તમારા માટે જે કહ્યું છે, તે તમને ગળે ઉતર્યું કે નહીં? “ધંધો કરવો જ પડે તો પારકી મૂડીએ ન કરવો અને પોતાની પણ બધી જ મૂડી એમાં લગાડી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org