________________
૪૯
૨ : હિંસા કે પ્રતિહિંસાથી વૈર શમતું નથી પણ વધે છે
- 25 ――
પણ પડાવી લેવા ઈચ્છે છે, તો આપણે શું કરવું ?
એક તરફ વિનયધર્મ છે તો બીજી તરફ ક્ષત્રિય ધર્મ છે. પિતાની ગેરહાજરીમાં મોટાભાઈ ભરત પિતાતુલ્ય છે. તેમની સામે લડવું એ પણ યોગ્ય નથી લાગતું તો બીજી તરફ આ રીતે પોતાનું રાજ્ય આપી દેવું તે ક્ષત્રિય તરીકે યોગ્ય નથી લાગતું. ઘણા વિમર્શના અંતે નક્કી કર્યું કે, આપણે ભગવાન પાસે જઈએ અને બધી વાત કરીને ભગવાનનું માર્ગદર્શન લઈએ કે, આ પરિસ્થિતિમાં અમારે શું કરવું જોઈએ ?
601
અહીં અગત્યની વાત એ છે કે, ભગવાન પાસે ભરતની ફરિયાદ લઈને જવાનો વિચાર નથી આવ્યો. ભગવાન પાસે ન્યાય મેળવવાનો વિચાર પણ નથી આવ્યો અને આમાં ભગવાનને વચ્ચે પાડીને ભરતને સમજાવવાનું કામ ભગવાનને સોંપવાનો વિચાર પણ નથી આવ્યો. અહીં તો ‘આ પરિસ્થિતિમાં અમારું કર્તવ્ય શું ?’ - એ અંગે પ્રભુ પાસેથી માર્ગદર્શન મેળવવાનો અને પ્રભુ જે પણ કહે તેમ કરવાનો વિચાર કરાયો છે.
વિચારણાના અંતે તેઓ સીધા જ ભગવાન આદિનાથ પાસે ગયા. આખી પરિસ્થિતિનું બ્યાન આપ્યું અને આ પરિસ્થિતિમાં હવે અમારે શું કરવું ? એ માટે માર્ગદર્શન માંગ્યું.
હવે તમે વિચારો કે, આ પરિસ્થિતિમાં તમે હો તો શું કરો ? વીતરાગ પરમાત્માના સાધુને સંસારના કામમાં ન્યાય તોળવા બેસાડાય ? એમની પાસે સંસારનાં કામ પાર પાડવાની સલાહ લેવાય, સાંસારિક ઝઘડાઓમાં એમને મધ્યસ્થી સોંપાય ? આવાં કામો ભગવાનના સાધુ પાસે કરાવવાં, એ તમારું કર્તવ્ય છે ? અને તમારાં આ બધાં કામમાં પડવું એ શું વીતરાગના સાધુનું કર્તવ્ય બને છે ? બરાબર ગંભીરપણે વિચારજો ! અને આજે તમે શું કરો છો, એનો પણ બરાબર વિચાર કરી, હવે શું કરવું તેનો યોગ્ય નિર્ણય કરજો ! પારકી મૂડીએ ધંધો ન કરવો, બધી મૂડી ધંધામાં ન હોમવી :
Jain Education International
આ ભાઈના પ્રશ્નનો જવાબ આપું છું. ભગવાન આદિનાથે જે જવાબ આપ્યો તે જ જવાબ આપું ? આજે ઘણા અમારી પાસે પણ આવે છે કે, ‘સાહેબ, તમારો ભગત છે. અમારું દબાવીને બેઠો છે. તમે વચ્ચે પડો ને સમાધાન કરાવી આપો !' બોલો, હું વચ્ચે પડું કે નહિ ?
For Private & Personal Use Only
www.jainelibrary.org