________________
४८
– ૩ - બંધન જાણો ! બંધન તોડો ! –
600 પરંતુ જેઓ આત્માને માને છે, પરલોકને માને છે, આત્મહિતનું જેને લક્ષ્ય છે, જેની નજર પરલોક અને આગળ વધીને મોક્ષ સુધી પહોંચી છે, એવા મોક્ષલક્ષી, આત્મલક્ષી જીવોની અપેક્ષાએ હું જે વાત કરું છું તે પૂરેપૂરી વ્યવહારુ છે.
કદાચ મને તમે અવ્યવહારુ કહી દેશો, પણ ભગવાન યુગાદિનાથ માટે તમે શું કહેશો ? ભગવાન યુગાદિનાથે પણ ૯૮ પુત્રોને આવી જ સલાહ આપી હતી.
સભા : ભગવાન આદિનાથે આવી સલાહ કયા પ્રસંગે આપી હતી ?
તમે જાણો છો કે ભગવાન આદિનાથને ભરત, બાહુબલી વગેરે સો પુત્રો હતા. ભગવાને દીક્ષા લેતાં પહેલાં પોતાના રાજ્યના યોગ્ય રીતે ભાગ પાડીને સૌને અલગ અલગ રાજ્યો વહેંચી આપ્યા હતા.
ભગવાન આદિનાથની દીક્ષા પછી આ સોએ સો પુત્રો નીતિપૂર્વક રાજ્ય ચલાવતા હતા અને શાંતિથી રહેતા હતા.
એમાં સૌથી મોટા પુત્ર ભરત રાજા, ચક્રવર્તી બનવાનું કર્મ ઉપાર્જીને આવ્યા હતા. જે દિવસે ભગવાન આદિનાથને કેવળજ્ઞાન થયું, તે જ દિવસે પુષ્યના યોગે ભરત રાજાની આયુધશાળામાં ચક્રરત્ન ઉત્પન્ન થયું હતું.
પ્રભુના કેવળજ્ઞાનની ઊજવણી પછી રાજા ભરત ષખંડ જીતવા નીકળ્યા હતા. જ્યારે છ ખંડ જીતીને પાછા અયોધ્યામાં આવ્યા ત્યારે તેમનું તે ચક્રરત્ન આયુધશાળામાં પ્રવેશ્ય નહિ. જ્યાં સુધી છ ખંડ પૂરા ન જીતાય, ત્યાં સુધી આ દૈવીચક્ર પાછું આયુધશાળામાં ન પેસે એવો નિયમ છે.
વિચારતાં ખ્યાલ આવ્યો કે, બધા રાજવીઓને જીતીને આજ્ઞામાં લીધા, પણ હજુ ૯૯ ભાઈઓને જીતવાના બાકી છે.
ભાઈઓ સામે લડવું, જીતવું કે ભાઈઓને નમાવવા માટે ભરત ચક્રીનું મન માનતું નથી. તેથી સુષેણ સેનાપતિએ ભરત ચક્રીને એ માટે સમજાવવા પડ્યા. છેવટે દરેક ભાઈ ઉપર દૂતો મોકલવામાં આવ્યા. સૌથી મોટા બાહુબલી દૂરના પ્રદેશમાં હતા, એટલે બાકીના ૯૮ ભાઈઓ ભેગા થયા અને વિચાર્યું કે, પિતાએ દીક્ષા લેતાં પહેલાં આપણને સૌને યોગ્ય રીતે રાજ્યો વહેંચી આપ્યાં છે. આપણે કોઈનું કાંઈ જોઈતું નથી, મોટા ભાઈ ભરતને એમાં સંતોષ ન થયો તો છ ખંડ જીતી આવ્યા. એ પછી પણ સંતોષ ન થયો એટલે હવે આપણે જે છે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org