________________
૪૭ – ૨ : હિંસા કે પ્રતિહિસાથી વૈર શમતું નથી પણ વધે છે - 25 - 599 રૂપિયા છે, એને રસ્તા ઉપર ન લાવું તો મારું નામ નહીં, એને પણ ખબર પડે કે કોક માથાનો મળ્યો હતો. બરાબર બતાવી દઉં, પૂરો જ કરી નાંખ્યું !!
કોઈ એને કહે કે “ભાઈ ! તું એને ઓળખતા નથી. તું એને નહિ પહોંચી શકે', તો કહે કે, “મારું જે થવું હોય તે થાય પણ એક વાર તો એને બતાવી દઈશ. મરતાં મરતાં ય એને પાયમાલ ન કરું તો મારું નામ નહિ. એને પણ થવું જોઈએ કે મને કોઈક મળ્યો હતો.” આવી વૃત્તિમાંથી સીધું જ - રૌદ્રધ્યાન આવે.
સભા કદાચ પૈસા સલવાઈ ગયા - રાખીને હાથ ઊંચા કરે તો અમારે શું કરવાનું ?
રૂપિયા મેળવવાની વાત હું કરું? તમે કજીયો કરો - સંક્લેશ કરો, એ રસ્તો હું બતાવું? હું તો કહ્યું કે, કપડાં ખંખેરીને અહીં આવી જાઓ અને એવી તાકાત ન હોય તો તે પાછું મેળવવા જે કાંઈ કરો, એમાં ક્યાંય અનુચિત રસ્તો લેવાય નહિ, સામા પ્રત્યે નિર્દય બનાય નહિ, હૈયામાં હાયવોય થાય નહિ અને પાછું મેળવવાના પ્રયત્ન દરમ્યાન તમારું કે સામાનું કોઈ રીતે અહિત ન થાય, તેની કાળજી રાખો!
દરેક પરિસ્થિતિમાં પોતાના શુભભાવોને, મનની નિર્મળતાને જાળવી રાખવાની છે.
સભા : આ તો અતિ કપરું છે.
સંસારમાં રહીને પાપોથી બચવું - એ અતિ કપરું છે, માટે જ તો જ્ઞાનીઓ સંસાર છોડવાનું કહે છે.
જે કોઈ પરિગ્રહના પનારે પડે તે દરેક રીતે પાયમાલ થાય. વ્યવહારુ શું – અવ્યવહારુ શું?? સભા : સાહેબ ! તમને પોતાને એવું નથી લાગતું કે તમે સાવ જ અવ્યવહારુ વાત
કરો છો ? આનો જવાબ હું “હા” અને “ના” એમ બે રીતે આપવા માંગું છું. જે લોકો સંસારરસિક છે, જેને સંસાર ચલાવવામાં જ રસ છે, જેને પરિણામોનો ખ્યાલ નથી અને એની દરકાર પણ નથી, દુર્ગતિનાં દારુણ દુ:ખોની જેને કલ્પના પણ નથી, અગર એ જેને માનવું જ નથી એવા સંસારલક્ષી જીવોની અપેક્ષાએ હું અવ્યવહારુ વાત કરું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org