________________
૪૬
598
– ૩ – બંધન જાણો ! બંધન તોડો! – ના લઈ જવું જોઈએ એને કોઈ લેવા આવે, લૂંટવા આવે કે એમાં કોઈ આડે આવે તો તેને પતાવી દઉં, ખતમ કરી દઉં. આવી વૃત્તિમાંથી રૌદ્રધ્યાન થયા વગર ન રહે.
મનમાં ને મનમાં ચાલે, સામાનું ભલે નિકંદન નીકળે – સામો ભલે પાયમાલ થાય પણ મને તો મળવું જ જોઈએ. પરિગ્રહની લાલસા જ્યારે તીવ્ર બને અને તેમાંથી જ્યારે તીવ્ર સંક્લેશ પેદા થાય ત્યારે તેમાંથી રૌદ્રધ્યાન પ્રગટ થાય છે. કોઈનું પડાવી લેવાની વૃત્તિ - કોઈને ફસાવવાની વૃત્તિ, મારફાડ, ધાકધમકીમારપીટ કરવાની વૃત્તિ, બીજાને પૂરો કરવાનું મન - આ બધામાંથી રૌદ્રધ્યાન પ્રગટે છે.
કેટલાક માને કે “રૂપિયા વગરની જિંદગીનો મતલબ શું ?' આ માન્યતાના કારણે સતત એ જ વિચારોમાં રહે કે મને પૈસા ક્યારે મળે – કેવી રીતે મળે ? મેળવવા માટે સતત રોયા કરે - મને પૈસો જોઈએ, મને પૈસો જોઈએ આ પણ આર્તધ્યાન. સભા : પૈસો મળે અને સુખનો અનુભવ થાય તે આર્તધ્યાન ?
હા, લખી લો – એમાં ય પૈસો મળે ને હાશ થાય, સુખનો અનુભવ થાય, એ પણ આર્તધ્યાન. હવે મારો પૈસો કોઈએ લઈ ન લેવો જોઈએ – અટવાઈ ન જવો જોઈએ – એય આર્તધ્યાન. ક્યાંક મૂકે કે ક્યાંક ધીરે તો સત્તર જગાએ તપાસ કરે કે પાર્ટી તો બરાબર છે ને ? અને એમાં ખબર પડે કે “પાર્ટી હાલમડોલમ થઈ તો આખી રાત ઉઘ ન આવે. મને કેમ આ કુબુદ્ધિ સૂજી મેં ત્યાં મૂક્યા ? કપાળ કૂટે, રૂપિયા જાય તો રોવા બેસે, ઘરવાળા કહે કે – ગયા તો ગયા શું કામ ખોટા દુઃખી થાઓ છો ? – તો કહે કે, “તને ક્યાં ખબર છે કે, એને માટે મેં કેટ-કેટલું સહન કર્યું છે, કેટ-કેટલો પરસેવો પાડ્યો છે, કેટ-કેટલું લોહી-પાણી એક કર્યું છે, એમને એમ આ બધું મળ્યું નથી. એ તો જેણે આ બધું કર્યું હોય અને જેનું જાય એને ખબર પડે ?'
આવી બધી વિચારધારા એ આર્તધ્યાનરૂપ છે અને એમાંથી આગળ વધીને અકળામણ, આવેશ, આક્રોશ પ્રગટે એટલે થાય કે “હમણાં લઈ આવું, ન આપે તો ગુંડા લઈ જાઉં, ગમે તેમ કરીને રૂપિયા કઢાવું.” કોઈ કહે કે, “આના ઘરમાં ખાવાનું નથી” તો કહે કે, “એનું એ જાણે, મારે તો મારું જોઈએ. મારા પરસેવાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org