________________
૪૫
- ૨ ઃ હિંસા કે પ્રતિહિસાથી વૈર શમતું નથી પણ વધે છે - 25 –
597
તિર્યંચગતિને યોગ્ય કર્મો ભેગાં કરે છે. તમારે જો એનાથી બચવું હોય તો આ મુદ્દાને બરાબર સમજી, તમારા વિચારો, મારી ભાવનાઓ, તમારું ધ્યાન અને તમારી અનુપ્રેક્ષાને બરાબર જોવાનું ચાલુ કરો અને એનાથી બચવા પરિગ્રહથી દૂર રહેવાનો, મળેલા પરિગ્રહને છોડવાનો અને એ પૂરો ન છૂટે ત્યાં સુધી દાન દ્વારા મર્યાદિતપણે પણ છોડવાનો અને પરિગ્રહ પરિમાણ દ્વારા એને મર્યાદિત કરવાનો પ્રયત્ન કરો, નહિ તો આ પરિગ્રહ આર્તધ્યાનમાંથી આગળ વધીને તમને રૌદ્રધ્યાનમાં ધકેલી દેશે અને એ દ્વારા તમને નરકાદિ દુર્ગતિઓમાં ઘસડી જશે.
મનગમતી વસ્તુઓ, વ્યક્તિઓ, ધન-સંપત્તિ વગેરે મને ક્યારે મળશે ? મળ્યા પછી એ બધું જતું તો નહીં રહે ને ? એના વગર જીવવાનો વારો તો નહીં આવે ને ? આ બધું કાયમ રહેવું જોઈએ, આવી વૃત્તિ આર્તધ્યાન ખેંચી લાવે છે, એવું સમજવામાં હવે તમને મુશ્કેલી ન પડવી જોઈએ.
સતત ક્યાંથી મેળવું, કેવી રીતે મેળવું, શું કરું તો મળે, શું કરું તો કાયમ રહે, એ બધું ઈષ્ટવિષય સંયોગ પ્રણિધાન નામના ત્રીજા પાયામાં આવે.
નિદાન પ્રણિધાન' નામનો આર્તનો ચોથો પાયો આસ્તિકને હોય, નાસ્તિકને ના હોય. જે કાંઈ ધર્મ કર્યો, તેના રૂડા પ્રતાપે પરભવમાં સારું મળ્યા જ કરે, તે ‘નિદાન પ્રણિધાન” નામના ચોથા પાયામાં આવે. સભા : આર્તધ્યાન તો ખરાબ છે તો તે આસ્તિકને કેમ હોય, અને નાસ્તિકને કેમ
ન હોય ? નાસ્તિકને આર્તધ્યાન ન હોય તેમ મેં નથી કહ્યું. નાસ્તિક આત્મા, પુણ્યપાપ, પરલોકને માનતો નથી, માટે એને પરલોકનાં સુખ અંગેનું નિયાણું કરવાનો વિચાર પ્રગટતો નથી; માટે એને નિદાન પ્રણિધાનરૂપ આર્તધ્યાનનો ચોથો પાયો ન હોય, પણ બાકીના ત્રણ પાયા તો તેને પણ હોય જ છે.
પરિગ્રહ અને મમતા સાધકને આર્તધ્યાનની ઊંડી ખાઈમાં ડૂબાડે છે. કઠોર, નઠોર, ક્રૂર અને કાતિલ પ્રકૃતિવાળા જીવને આર્તધ્યાનમાંથી રૌદ્રધ્યાન પણ આવે. ઈષ્ટ વસ્તુ મેળવવાનું અને એ મળ્યા પછી તેનું સંરક્ષણ કરવાનું મન થાય. દરેકે દરેક ઈષ્ટ વસ્તુઓ મને મળવી જ જોઈએ અને મળેલ મારું ઘર, મારી દુકાન, મારી ફેક્ટરી, મારી ગાડી, મારી પત્ની, મારો પરિવાર, આ કોઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org