________________
૪૪
– ૩ - બંધન જાણો ! બંધન તોડો ! –
596
જ્યારે પણ શરીરમાં કાંઈ પણ રોગ થાય, ત્યારે તે રોગને દૂર કરવાની કે હવે પછી ક્યારેય રોગ ન થાય, તેવી ઈચ્છામાંથી “રોગવિયોગ પ્રણિધાન’ નામનો આર્તધ્યાનનો બીજો પાયો ઊભો થાય છે. " મનગમતી ઈષ્ટ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ હંમેશ માટે મળ્યા જ કરે, એ ક્યારેય દૂર ન થાય, સદાય એનો સંયોગ થાય અને રહે - એવી ઈચ્છામાંથી ઈષ્ટવિષય સંયોગ પ્રણિધાન' નામનો આર્તધ્યાનનો ત્રીજો પાયો ઊભો થાય છે અને જે જન્માંતરને માનતો હોય તેને જન્માંતરમાં પણ મને અનુકૂળ વિષયોભોગસામગ્રી, ધન વગેરે સમૃદ્ધિ મળે એવી વિચારધારામાંથી “નિદાન પ્રણિધાન' નામનો આર્તધ્યાનનો ચોથો પાયો પ્રગટે છે.
આ દરેકે દરેક પાયાના વિચારોને “ચિંતા' કહેવાય છે.
એ વિચારોને વારંવાર વાગોળીને મનને ભાવિત કરવું એને “ભાવના કહેવાય છે.
આ વિચારોમાં ચિત્ત એકાગ્ર-સ્થિર બને તેને ધ્યાન” કહેવાય છે અને એ ધ્યાન પછીના સમયમાં ફરી એ વિચારોને દ્રઢતાથી વાગોળવા એને અનુપ્રેક્ષા' કહેવાય છે.
ટુંકમાં કહું તો આર્તધ્યાનના ચારેય પાયાની, ચિંતા, ભાવના, ધ્યાન અને અનુપ્રેક્ષા હોય છે.
આ રીતે આર્ત કુલ સોળ પ્રકારોમાં વહેંચાઈ જાય છે. તમે જ્યારે પરિગ્રહ મેળવવા સાચવવાના વિચારોમાં ચડો ત્યારે આર્તના ત્રીજા પાયાની ચિંતા, ભાવના, ધ્યાન કે અનુપ્રેક્ષામાં તમે અટવાતા હો છો ! - જ્યારે તમારું મન ફરતું હોય ત્યારે તમે આર્તની ચિંતા કે ભાવનામાં હો.
જ્યારે તમારું મન સ્થિર બને ત્યારે તમે આર્તધ્યાનમાં હો અને એમાંથી પાછા ફરી એ જ વિચારોમાં ઊંડા ઊતરો ત્યારે આર્તની અનુપ્રેક્ષામાં હો. આ બધું જ તિર્યંચગતિનું કારણ છે. આ સ્થિતિમાં તમે કાં તો કૃષ્ણલેશ્યાથી ઘેરાયેલા હો અગર તો નીલલેશ્યાથી ઘેરાયેલા હો કે છેવટે કાપોતલેશ્યાથી ઘેરાયેલા હો.
રૌદ્રધ્યાનમાં આ ત્રણેય લેશ્યા વધારે ઘેરી, વધારે તીવ્ર હોય છે. માટે રૌદ્રધ્યાનવાળો જીવ નરકને યોગ્ય કર્મો ભેગાં કરે છે, જ્યારે આર્તવાળો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org