________________
૪૩
- ૨ : હિંસા કે પ્રતિહિંસાથી વૈર શમતું નથી પણ વધે છે – 25 -
595
બીજી કોઈ માથાકુટ ન રહે અને શાંતિથી રહેવાય, રૂપિયો હોય તો આ બધું થઈ શકે. એટલે બીજી કોઈ ચિંતા નહિ,” આમ થાય તે જ બંધન. આ રીતે પરિગ્રહના આધારે જીવવાની સ્થિતિ એ જ બંધન.
મારી પાસે અમુક વસ્તુ, વ્યક્તિ કે સામગ્રી હોય તો હું શાંતિ માણી શકું, સ્વસ્થતા માણી શકું સુખનો અનુભવ કરી શકું, આવી સ્થિતિ હોવી એનું નામ જબંધન.
અમુક વસ્તુ કે વ્યક્તિ વગર રહી ન શકે, આવી મનની સ્થિતિ હોવી તે બંધન નહિ તો બીજું શું છે ? પરવશતા બોલો, પરાધીનતા બોલો કે બંધન બોલો - બધું એક જ છે. માટે તો લોકમાં પણ કહેવાય છે કે –
ઈ: વહુ પરાશ્રય: ’
‘પરવશતા એ જ ખરું કષ્ટ છે.’ આ પરિગ્રહના બંધનને કારણે જીવે નિરંતર આર્તધ્યાન કર્યું છે. સભા : આ “આર્તધ્યાન' શબ્દ ગઈ કાલે પણ આવ્યો હતો અને આજે પણ આવ્યો
છે, તો આ આર્તધ્યાન શું છે એ સમજાવો ને ? આર્તધ્યાનનું સ્વરૂપ :
આર્ત એટલે પીડિત. પીડિત અવસ્થામાં કે પીડિત લોકોને થતું ધ્યાન તે આર્તધ્યાન છે.
આ આર્તધ્યાનના અનિષ્ટ વિષય વિયોગ પ્રણિધાન - ૧, રોગવિયોગ પ્રણિધાન - ૨, ઈષ્ટ વિષય સંયોગ પ્રણિધાન - ૩ અને નિદાન પ્રણિધાન - ૪, એમ ચાર પાયા છે.
આ ચારેય પાયાનાં નામમાં આવતા “પ્રણિધાન” શબ્દની જગ્યાએ કેટલાંક શાસ્ત્રોમાં “ચિંતા' શબ્દ પણ આવતો હોય છે. એટલે ત્યાં અનિષ્ટ વિષય વિયોગ ચિંતા, રોગ વિયોગ ચિંતા, ઈષ્ટ વિષય સંયોગ ચિંતા અને નિદાન ચિંતા – એવાં પણ ચાર પાયાનાં નામો બોલાય છે.
જ્યારે ન ગમતી વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ સાથે જોડાવું પડે, ત્યારે તેનાથી છૂટવાની ઈચ્છા અને ફરી ક્યારેય આવાં અનિષ્ટ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિનો સંયોગ ન થાય તેવી ઈચ્છામાંથી આ “અનિષ્ટ વિષય વિયોગ પ્રણિધાન' નામનો આર્તધ્યાનનો પહેલો પાયો ઊભો થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org