________________
૪૨
3 બંધન જાણો ! બંધન તોડો !
-
બંધનોને ઓળખવાનાં છે અને એ બંધનોથી બચવાનું છૂટવાનું છે, તે સાધકની મુંઝવણ એકદમ વધી જાય એવું છે. આમ છતાં કોઈપણ કક્ષાના સાચા સાધકને એ મુંઝવણ ન રહે તે માટે સહેલામાં સહેલી ભાષાનો ઉપયોગ કરીને અધરામાં અઘરી, ગૂઢમાં ગૂઢ વાતોને ભગવાને સહેલી કરી આપી છે.
594
ભગવાને કહ્યું છે કે, મારે તમને ત્રણ એવાં બંધન બતાવવાં છે કે, એને તમે સહેલાઈથી સમજી શકો, જોઈ શકો, જાણી શકો અને તમે ક્યાં અટવાયા છો, તેનો સ્વયં નિર્ણય કરી શકો એટલું જ નહિ, પણ એને તોડી પણ શકો. એ કેટલું તૂટ્યું અને કેટલું બાકી રહ્યું, એનો તમે સ્વયં નિર્ણય પણ કરી શકો. તેમાં પહેલું બંધન છે પરિગ્રહનું, બીજું બંધન છે હિંસાનું અને ત્રીજું બંધન છે મમત્વનું.
Jain Education International
પરિગ્રહ આત્માને નિરંતર બાંધવાનું કામ કરે છે. પરિગ્રહ જેમ આત્માને બાંધવાનું કામ કરે છે, તેમ તેની મૂર્છા, આસક્તિ, લગાવ, તેનું ખેંચાણ - પણ આત્માને બાંધવાનું કામ કરે છે. આના વગર ન ચાલે, આ તો જોઈએ જ, એવી પ્રવૃત્તિ એ પણ બંધન છે. પરિગ્રહ હોય તો કાંઈક છીએ એમ લાગે અને પરિગ્રહ ન હોય તો આપણે કાંઈ નથી, એવું લાગે તે પણ બંધન છે.
સભા : અમને બંધન હોવા છતાં બંધનનો ખ્યાલ કેમ નથી આવતો ? બંધાણીને બંધનનો ખ્યાલ ન આવે એમાં નવાઈ નથી.
જે જે બંધાણી હોય છે, તેને ક્યારેય બંધનની કલ્પના નથી આવતી. કોઈને સૂંઘવાનું, કોઈને ફૂંકવાનું, કોઈને ચૂસવાનું, કોઈને ચાવવાનું, કોઈને ચગળવાનું, કોઈને પીવાનું, કોઈને મમળાવવાનું - આમ દરેક બંધાણીને કાંઈક ને કાંઈક બંધન હોય છે. એ એને સુખનું સાધન લાગે છે અને એ એમ માને પણ છે. એથી તો એ કહે છે કે, ‘એ ન હોય તો જીવાય જ કઈ રીતે ?' અમને કહે, ‘સાહેબ, તમે ગમે તે કહો, પણ મને તો એના વગર ચેન ન જ પડે. બે-ચાર ફૂંક મારી લઉં તો ફ્રેશ થઈ જાઉં. મગજ હળવું થઈ જાય. જે કામ કરવું હોય તે સારી રીતે થઈ શકે.’ પાછું કહે કે ‘સાહેબ ! આ બધું તમને શી રીતે સમજાવવું, એ તો જે અનુભવે એને ખબર પડે.' જેવી બંધાણીની અવદશા છે, તેવી જ પરિગ્રહ વગેરે બંધનવાળાની અવદશા છે.
‘રહેવા એક મકાન મળી જાય, હ૨વા-ફરવા એક સાધન મળી જાય. ઘ૨માં જ્યારે જે માંગે તેને તે આપી શકાય. આપણો વ્યવહાર સરખો ચાલે તો પછી
For Private & Personal Use Only
www.jainelibrary.org