________________
૧૨૩
–
૫ : મમતાનાં બંધન જો ન તૂટ્યાં તો... - 28
–
675
આના ઉપરથી તમને એટલું તો સમજાવું જ જોઈએ કે, આ બધાનું મૂળ છે મમતા. હું અને મારું. આ બે વસ્તુ ઉપર આખો સંસાર ચાલી રહ્યો છે. જ્યાં સુધી મમત્વ નહિ છૂટે, ત્યાં સુધી જીવનમાંથી હિંસાચાર નહિ છૂટે. પરિગ્રહ પણ નહિ છૂટે. જેણે હિંસાનું બંધન તોડવું છે, તેણે પરિગ્રહનું બંધન તોડવું પડશે અને જેણે પરિગ્રહનું બંધન તોડવું છે, તેણે મમત્વનું બંધન તોડવું પડશે.
એને માટે પહેલાં મમત્વને ઓળખવું પડશે. આપણું મમત્વ ક્યાં ક્યાં છે ? સજીવ ઉપર અને નિર્જીવ ઉપર. સજીવમાં મા-બાપ, પત્ની-પુત્ર, સ્વજનપરિવાર, સગાં-વહાલાં, મિત્ર-સહાયકો, નોકર-ચાકર, પશુ-પંખી ઉપર પણ મમત્વ હોય. નિર્જીવ વસ્તુમાં તમારું ઘર-પેઢી, દર-દાગીના, કપડાં-લત્તાં, મકાનફર્નિચર, હીરા-પન્ના-માણેક-મોતી, ઘર વપરાશની દરેક વસ્તુ આવી જાય.
કાં તો સજીવ પ્રત્યે મમત્વ છે, કાં તો નિર્જીવ પ્રત્યે મમત્વ છે. આ બધું જ બંધન છે. જે તમને અહીં બાંધી રાખે છે.
સભા મમતા વગર પરિવારનું ભરણ-પોષણ કરીએ તો પણ બંધન ?
આજે મમતા વગર ભરણ-પોષણ કરનારા કોણ છે, એ મારે જાણવું છે. તમે ! ને મમતા વગર, ભરણ-પોષણ કરો છો ? મમતા વગર આ બધું થાય છે – આ વાત શું માની શકાય તેવી છે ? મમતા વગર સગા ભાઈને પણ ન જાળવે, એવો આજનો વર્ગ છે.
પત્ની ઉપર મમત્વ છે, એટલે તેના ભાઈને જાળવવા તૈયાર થાય, પણ પોતાના સગા ભાઈને જાળવવા તૈયાર ન થાય. ઘણા કહે છે, “દીકરો પરણાવ્યો ત્યારથી ગુમાવ્યો. હવે અમે માવતર મટ્યાં. ઓલીનાં માવતર એ એનાં માવતર, એ પશુને જાળવે પણ અમને, મા-બાપને ન જાળવે.”
જે પોતાના સગા મા-બાપને સ્વાર્થ વિના જાળવવા તૈયાર નથી, પોતાના સગા ભાઈને સ્વાર્થ વિના જાળવવા તૈયાર નથી, તે પરિવારને નિર્મમ ભાવે માત્ર ભરણ-પોષણ માટે જાળવે ? તમે કહો અને અમે માની લઈએ ? થોડું અમારું ય ઠેકાણે છે.
સ્થાન બદલાય પણ મમતા કાયમ : કલિકાલસર્વજ્ઞ પૂજ્ય આચાર્ય ભગવંતશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org