________________
૩ - બંધન જાણો ! બંધન તોડો !
ક્યાં જવાના છીએ ? આ બધા ભ્રમણનું કારણ શું છે ? એનો વિચાર કરવાની પણ ક્ષમતા બચી નથી. આમ છતાં એ બંધન બંધનરૂપે કેટલાને સમજાય તે સવાલ છે ?
૧૨૨
બંધન : રૂપ ઘણાં, કાર્ય એક જ :
કોઈને માવતરનું બંધન છે તો કોઈને ભાઈ-બેનનું બંધન છે. કોઈને દીકરાદીકરીનું બંધન છે તો કોઈને પતિ-પત્નીનું બંધન છે. કોઈકને કોઈક પ્રકારનું બંધન તો છે જ. બધા આ બંધનની વચ્ચે પીસાઈ રહ્યાં છે. આ બંધનોને ઓળખવાં અઘરાં છે. સદ્ગુરુનો યોગ મળ્યા પછી પણ, સદ્ગુરુના મુખે સાંભળ્યા ને સમજ્યા પછી પણ કેમ છોડવાનું મન નથી થતું ? ખબર નથી પડતી, જાણે બંધન એટલું બધું કોઠે પડી ગયું છે કે બંધન-બંધન છે એમ સમજાતું જ નથી.
674
સ્વજનો જ્યારે બંધન તોડવા તૈયાર હોય ત્યારે પણ બંધનથી બંધાયેલો આત્મા તેમના બંધનથી છૂટવા તૈયાર થતો નથી. છેલ્લો સમય આવ્યો હોય ને દીકરો કહે કે, ‘તમે અમારી ચિંતા છોડી દો - ૫રમાત્માનું ધ્યાન ધરો. તેમાં મન પરોવો, તમે તમારામાં ઠરો' ત્યારે પણ તે દીકરા-દીકરીને જ યાદ કરે અને એ સામેથી કહે કે ‘તમે તો કહી દીધું કે મને ભૂલી જાઓ ! પણ એમ તમને શી રીતે ભૂલી જાઉં ?'
એ જ રીતે જ્યારે કોઈક દીકરા-દીકરીની અંતિમ ક્ષણો આવી હોય ત્યારે એનાં માવતર કહે, ‘દીકરા, અમારી ચિંતા ન કર, તું તારું સાધી લે,' તો કહે ‘તમારી વાત બરાબર, પણ મારા ગયા પછી તમારું કોણ ?' અને એમ કરતાં કરતાં પ્રભુનું નામ પણ યાદ કર્યા વગર જ સીધાવી ગયા.
તો ઘણાં મા-બાપ સંતાનના આત્મહિતની ખેવનાથી એને કહે કે ‘દીકરા, તું કલ્યાણ માર્ગે જા’; તેમ છતાં બંધન તોડવા તૈયાર ન થાય. ઘણા દીકરા સંસાર છોડીને અહીં આવેલા માવતરોને કહે છે કે, ‘અમારી ચિંતા છોડો’, એ કહે કે મારે તમને ધર્મમાં સ્થિર કરવા છે.’ આવાં બધાં બહાનાં હેઠળ તેમની તેમના પ્રત્યેની ચિંતાના બંધનમાં પડી જાય. આની પાછળ તેમની લાગણી ને મમતા કામ કરતા હોય છે. તેમાંથી કેટલું આર્ત્તધ્યાન અને રૌદ્રધ્યાન થાય છે, કેટલો કર્મબંધ વધે છે અને કેટલી ભવપરંપરા વધે છે, જરા વિચારજો !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org