________________
પઃ મમતાનાં બંઘન જો ન તૂટ્યાં તો...
અનંત ઉપકારી, ચરમતીર્થપતિ, શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા પંચમ ગણધર ભગવંત શ્રીસુધર્માસ્વામીજી મહારાજા સૂયગડાંગ સૂત્રના માધ્યમથી આત્મજાગૃતિનો સંદેશો સંભળાવીને બંધનને ઓળખવાનું અને તેને તોડવાનું ફરમાવી ગયા છે અને એ બંધનને અહીં ત્રણ પ્રકારે બતાવ્યાં છે. ૧ – પરિગ્રહ એ બંધન છે, ૨ - હિંસા એ બંધન છે અને ૩ - સ્વજન પરિવારનું જે મમત્વ તે પણ બંધન છે. આ બંધનને જ્યાં સુધી બંધન તરીકે ઓળખવામાં ન આવે ત્યાં સુધી તેને તોડવાનો પ્રયત્ન થતો નથી.
અરિહંત પરમાત્માએ બતાવેલા આ બંધનને સમજનારા અને તેને જોનારા આત્માઓ બહુ અલ્પ હોય છે. જેની દષ્ટિનો ઉઘાડ થયો હોય, વિવેક પ્રગટ્યો હોય, તે જ આ બંધનને જોઈ શકે છે અને તોડી શકે છે. કેટલાક જીવોની માનસિક સ્થિતિ એવી હોય છે કે, એમને માટે પરિગ્રહનો તો કેટલાકને માટે હિંસા-ચોરી-જૂઠ-અબ્રહ્મનો ત્યાગ કરવો અઘરો હોય છે. કેટલાકને આ પણ છૂટી જાય, પણ સ્વજનનું મમત્વ તોડવું અઘરું પડે છે.
જ્ઞાની ભગવંત કહે છે કે, બંધન કોઈપણ સ્વરૂપે હોય તો પણ આખરે બંધન જ છે. તેનામાં આત્માને બાંધવાની તાકાત છે અને ઘસડીને દુર્ગતિમાં લઈ જવાનું એનામાં સામર્થ્ય છે. જેટલા પણ બંધનમાં બંધાયા-ફસાયા-ઘસડાયા તે બધા આજે પણ દુર્ગતિમાં ભટકે છે. આપણો પણ તેમાં નંબર છે. કારણ કે આપણે હિંસા. જૂઠ, ચોરી, મૈથુન અને પરિગ્રહના બંધનથી એવા બંધાયા છીએ કે આપણને આપણે કોણ છીએ? આપણું સ્વરૂપ શું છે? આપણે ક્યાંથી આવ્યા છીએ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org