________________
૩ બંધન જાણો ! બંધન તોડો !
‘યોગશાસ્ત્ર’ના આંત૨શ્લોકોમાં કહ્યું છે કે, આ મમત્વ એક જગ્યાએ સ્થિર નથી રહેતું, પોતાની જરૂરિયાત, સ્વાર્થ મુજબ એ ફરતું જ જાય છે.
૧૨૪
'स्याच्छैशवे मातृमुखस्तारुण्ये तरुणीमुखः । વૃદ્ધભાવે સુતમુલો, મૂર્તો, નાન્તર્મુહો ચિત્ ।।।।' ‘બાલ્યાવસ્થામાં માતૃમુખ બન્યો, યુવાવસ્થામાં તરુણીમુખ બન્યો, વૃદ્ધાવસ્થામાં પુત્રમુખ બન્યો, પણ એ મૂર્ખ ક્યારેય અંતર્મુખ ન બન્યો.'
બાળપણમાં એનું મમત્વ માતા ઉપર.
યૌવનમાં એનું મમત્વ તરુણી-પત્ની ઉ૫૨.
ઘરડો થાય એટલે એનું મમત્વ પુત્ર ઉપર. પણ જન્મીને મરતાં સુધી એ ક્યારેય નિર્મમ બનીને અંતર્મુખ ન બને.
નાનો હતો ત્યારે કાંઈ પણ કહીએ તો કહે કે, ‘મમ્મી-પપ્પાને પૂછીને વાત.’
થોડો મોટો થયો, યુવાન થયો ને કાંઈ પણ કહીએ તો કહે કે, ‘ઘરે પૂછીને વાત એટલે કે પત્ની સાથે વિમર્શ કરીને કહીશ' અને ઘરડો થયો એટલે કાંઈ પણ કહીએ તો કહે કે, ‘ભાઈને પૂછીને વાત એટલે કે દીકરાને પૂછીને પછી કહીશ.'
676
પહેલાં તો અમને થતું કે આ ભાઈ બહુ વિનીત લાગે છે. એક એક વસ્તુ મોટા ભાઈને કે વડીલને પૂછીને કરતા હશે. પણ પાછળથી સમજાયું કે, ભાઈ એટલે કોણ ?
મમત્વનાં સ્થાન બદલાય છે, પણ મમત્વ તો ત્યાં જ રહે છે. એના પર્યાય બદલાય છે, પણ મમત્વ તો અકબંધ ઉભું છે.
શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે, મમત્વને કારણે જ માણસ પીડાય છે. જેના ઉપ૨ મમત્વ હોય તેના માટે ‘આ કરું - આવું કરું - આ રીતે કરું.' એમ વિચારી આખી જિંદગી વૈતરું કરે, ન ક૨વાનાં કામ કરે, કાળાં-ધોળાં કરે, અનેક પાપનાં ધંધા કરે, જીવનને પણ હોડમાં મૂકે. અવનવાં સાહસો કરીને અનેક પાપો બાંધે અને જ્યારે તે પાપની શિક્ષા ભોગવવાનો વારો આવે ત્યારે એકલો જ ભોગવે. ત્યારે કોઈ ભેગું પણ ન આવે. કોઈ બચાવવા પણ ન આવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org