________________
૧૨૫ – ૫ : મમતાનાં બંધન જો ન તૂટયાં તો.... - 28 - 677
તમે ક્યાં મમતા કરો છો ? ધન ઉપર ? ધન તો જમીનમાં જ રહી જવાનું છે, સાથે નહિ આવે.
પશુ ઉપર મમત્વ કર્યું ? તે પણ વાડામાં જ રહી જશે; ભેગું નહિ આવે. પત્ની ઉપર ગમે તેટલી મમતા કરશો પણ તે ક્યાં સુધી આવશે ? ઘરનાં દરવાજા સુધી આવશે, પણ સાથે નહિ આવે!
સ્વજનો ઉપર મમત્વ કરશો તે પણ ક્યાં સુધી આવશે ? બહુ બહુ તો સ્મશાન સુધી આવશે, પણ ભેગાં કોઈ નહિ આવે.
આ શરીર ઉપર પણ મમત્વ કરશો તો પણ તે ચિતામાં બળે ત્યાં સુધી રહેશે, પણ ભેગું તો નહિ જ આવે.
જે ધર્મ કર્યો હશે તે જ સાથે આવશે અને જે અધર્મ કર્યો હશે તે જ સાથે આવશે, પણ આ મમત્વનાં પાત્રો તો સાથે નહિ જ આવે.
વહાલાં તે વહાલાં શું કરો, વહાલાં વોળાવી વળશે, વહાલાં તે વન કેરાં લાકડાં, તે તો સાથે જ બળશે. સગી રે નારી એની કામિની, ઉભી ટગમગ જુવે,
તેનું પણ કાંઈ ચાલે નહિ, ઉભી ધ્રુસકે રુવે.” અને પછી –
સાવ સોનાનાં સાંકળાં, પહેરણ નવ-નવા વાઘા,
ધોળું રે વસ્ત્ર તેના કર્મનું, તે તો શોધવા લાગ્યા.” એકદમ નક્કર સો ટચના સોનાનાં સાંકળાં, ચાંદીનાં નહિ અને પહેરવા માટે નવા નવા વાઘા. પણ છેલ્લે શું રહ્યું ? “ધોળું રે વસ્ત્ર એના કર્મનું' - એના ભાગ્યમાં છેલ્લે તો ધોળું વસ્ત્ર જ રહ્યું પણ તે ઘરમાં હતું જ નહિ, ઘરમાં બધાં કિંમતી જ કપડાં હતાં. હવે એ તેના માટે નહિ. ગમે તેવા સૂટ-બૂટ એ ય કામ નહિ આવે. એટલે છેલ્લે એના માટે ધોળું વસ્ત્ર શોધવા નીકળવું પડ્યું.
અમારું ધોળું વસ્ત્ર વૈરાગ્યનું પ્રતીક બન્યું ને તમારું ધોળું વસ્ત્ર શોકનું પ્રતીક બની ગયું.
ચરૂ કડાઈમાં અતિ ઘણાં બીજાનું નવિ લેખું; ખોખરી હાંડી તેના કર્મની તે તો આગળ દેખું.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org