________________
૧૨૩
બંધન જાણો ! બંધન તોડો !
જેના ઘરમાં ચરૂ, કડાઈયાં જેવાં મોટાં વાસણોનો ઢગલો હતો, નાનાં વાસણોનો તો કોઈ હિસાબ જ નહોતો એવો પણ માણસ મર્યો ત્યારે એમાંનું કોઈ એને કામ ન લાગ્યું. એને બાળવાનો અગ્નિ લેવાય માટીની ફુટેલી ખોખરી હાંડલી જ કામ લાગી.
૩
આમ છતાં આ બધા ઉપર મમતા કરવાનો મતલબ કેટલો ? આ બધા ઉપર મમતાનો કોઈ મતલબ નથી.
678
હાથે કરીને મમતાનાં જાળાં બાંધ્યાં છે :
૫૨મતા૨ક ગુરુદેવે આ જ મમતાની ખરાબી અને ભયાનકતાને સમજાવવા વિશદ્ વર્ણન કર્યું છે. પૂ. આ. શ્રી વિજય રામચંદ્રસૂરિ-સ્મૃતિગ્રંથમાળાનાં ૧૦૮ પુસ્તકો પૈકીનું એ પુસ્તક છે. એનું નામ છે - ‘મમતા.’ કરોળીયાનું જાળું જોઈ લો. કરોળીયો પોતે જ જાળું સર્જે ને પોતે જ એમાં ફસાય છે. જે દશા કરોળીયાની છે, તે જ દશા મમતાને વશ પડેલા જીવોની છે.
આવ્યા ત્યારે એકલા હતા. તે પછી બે પગમાંથી ચાર પગ થયા. એમાંથી ‘છ પગા’ને-‘આઠ પગા’ થયા. આવ્યા ત્યારે અંગ ઉપર કપડું ય ન હતું ને પછી એક એક વ્યક્તિઓનું અને જડ વસ્તુઓનું બંધન ઉભું કર્યું. આ રીતે તમે જે પણ સંબંધો બાંધ્યા કે જે પણ વસ્તુઓનો સંગ્રહ કર્યો, એમાંથી કોઈ તમને તમારા રોગ, આપત્તિ કે મરણની વેદનામાંથી બચાવી નહિ શકે. એટલા જ માટે શાસ્ત્રકાર ભગવંતો કહે છે -
'जीवो वाहिविलुत्तो, सफरो इव निज्जले तडप्फडइ । सयले वि जणे पिच्छ, को सक्को वेयणाविगमे ? ।। ' ‘રોગગ્રસ્ત જીવ નિર્જલ સ્થાનમાં માછલું તરફડે તેમ તરફડે છે, એને બધા જ લોકો જુએ છે, પરંતુ વેદનાને દૂર કરવા કોણ સમર્થ છે ?”
Jain Education International
જેને તમે તમારા માનો છો, જેની પાછળ તમે તમારી જિંદગી પૂરેપૂરી ખર્ચી નાંખો છો, તે પણ જ્યારે તમને રોગ આવશે, મરણ આવશે અને તમે માછલીની જેમ તરફડતા હશો, ત્યારે તેનાથી તમને બચાવી નહિ શકે. તમે જ કહોને કે ત્યારે તમારો રોગ કોણ દૂર કરશે ? આપત્તિમાંથી તમને કોણ
For Private & Personal Use Only
www.jainelibrary.org