________________
૧૨૭ – ૫ : મમતાનાં બંધન જે ન તૂટ્યાં તો.... - 28 – 679 બચાવશે ? મૃત્યુના મુખમાંથી કોણ બચાવશે ? બરાબર ચિંતન કરો ! જ્યાં સુધી ચિંતન નહિ કરો ત્યાં સુધી આ મમત્વનાં જાળાં નહિ તૂટે.
આજે તો સામે ચાલીને મમતાનાં જાળાં મજબૂત કરાય છે. પેલો કહે, “હું તારા વગર નહિ જીવી શકું અને પેલી કહે, “હું તારા વગર નહિ જીવી શકું અને બંને એકબીજાનાં ગયા પછી શાંતિથી જીવતા અમે જોયાં છે. તો શું કરવા આવા ખોટા વાર્તાલાપો કરીને મમત્વ વધારો છો? નર્યા વાહિયાત વાર્તાલાપ !
સભા એ જાય પછી શોક તો કરે છે. વાસ્તવમાં એ શોક નથી કરતા. શોકનો દેખાવ કરે છે.
એક વર્ષ પહેલાં હું મુંબઈ-ચંદનબાળામાં હતો. ત્યારના અનુભવની વાત કરું. ત્યાં નીચે હૉલ છે. હમણાં હમણાં મરણ પછી પ્રાર્થનાસભાઓ કરવાનો રિવાજ ચાલુ થયો છે. એ સભામાં આવનારા ધોળાં-ઈસ્ત્રી ટાઈટ કપડાં પહેરીને આવે. કપડાં પણ બગલા જેવાં સફેદ જોઈ લો. બનીઠનીને, હસતાં-ખીલતાં ખભે પર્સ લટકાવીને, આંખે ગોગલ્સ ચડાવીને આવે અને તમે શોક કહો અને હું માની લઉં? એ શોક તો ગયો. ભગવાને તો, જો કે શોકને પણ વખોડ્યો છે. પણ હૈયાં એટલાં ધીઠ્ઠાં ને સ્વાર્થી બન્યાં છે કે, મરનારનો મલાજો પણ જાળવવા તૈયાર નથી. ઘણાં તો આગળ વધીને એમ પણ બોલે કે, “સારું થયું; એય છૂટ્યાં ને અમે પણ છૂટ્યાં.” તમારા સંબંધો નર્યા સ્વાર્થના છે અને એમાં લાગણીનો દેખાવ કરવો, એ નર્યો દંભ છે.
પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે મમત્વને ઓળખાવવા અને એનાથી બચવા માટે “અધ્યાત્મસારમાં સ્પેશિયલ “મમત્વત્યાગ' નામનો અધિકાર બનાવ્યો છે. તેમાં મમતા કેવી દારુણ છે, તે બતાવવામાં આવ્યું છે. આ વચનોથી મમતા તૂટશે :
આ માટે મમતા ત્યાગાધિકાર આખો કંઠસ્થ કરીને તેનો સ્વાધ્યાય કરવા જેવો છે. આમ છતાં તમારાથી તે શક્ય ન બને તો તેના કેટલાક શ્લોકો તમારે અર્થ સાથે કંઠસ્થ કરી એનો સ્વાધ્યાય કરવા જેવો છે. સભા સાહેબ ! જે શ્લોકો આપને અગત્યના લાગે તે આપ જ જણાવોને? મને જે અગત્યના લાગે તેના કરતાં તમને જે અગત્યના લાગે તેને તમે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org