________________
૧૨૮
- ૩ - બંધન જાણો ! બંધન તોડો ! –--- 680 કંઠસ્થ કરશો તો તમને વધારે લાભ થશે. સભા: આમ છતાં આપ જણાવો તો વધુ સારું. તો સાંભળો ! તે પૈકીના કેટલાક શ્લોકો અત્યારે જ જણાવી દઉં.
'विषयैः किं परित्यक्तै- र्जागर्ति ममता यदि ।
त्यागात्कञ्चकमात्रस्य, भुजगो न हि निर्विषः ।।२।।' ‘જો મમતા જીવતી-જાગતી છે તો વિષયોનો ત્યાગ કરવાનો મતલબ શું ? કાંચળીનો ત્યાગ કરવા માત્રથી
સર્પ લિર્વિષ બનતો નથી.' જેની વચ્ચે કોઈ જ સંબંધ નથી, છતાં સંબંધનો જે ભ્રમ થાય છે, તેનું કારણ જણાવતાં લખ્યું છે કે –
“: પરમ પતિ, ગાયને ચા પત્ત દિ.
ममतोद्रेकतः सर्वं, सम्बन्धं कल्पयत्यथ ।।५।।' “જીવ એકલો મરે છે અને એકલો જ જન્મે છે. આમ છતાં મમતાના ઉછાળાના કારણે પરસ્પરના બધા સંબંધોની
કલ્પના કરે છે.' સંસારવૃદ્ધિનું ખરેખરું કારણ શું છે. તે દર્શાવતાં કહ્યું છે કે – 'व्याप्नोति महती भूमि, वटबीजाद्यथा वटः ।
तथैकममताबीजा-त्प्रपञ्चस्यापि कल्पना ।।६।।' “વડના બીજથી વડલો જેમ ઘણી બધી જમીન ઉપર પોતાનો વિસ્તાર પાથરે છે, તેમ એક મમતા બીજના
કારણે સંસારનો વિસ્તાર વધે છે.” મમતા રોગનાં ચિહ્નો, લક્ષણો બતાવીને એને નાથવાનું ઔષધ જ્ઞાન છે. તે દર્શાવવા કહ્યું છે કે –
'माता पिता मे भ्राता मे, भगिनी वल्लभा च मे । पुत्राः सुता मे मित्राणि, ज्ञातयः संस्तुताश्च मे ।।७।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org