________________
૯૮
- ૩ - બંધન જાણો ! બંધન તોડો !
–
650
બીજા જીવના જીવત્વનો ક્યારેય વિચાર કર્યો છે ??
પરિગ્રહથી કેવાં કેવાં દુઃખનાં બંધનો બંધાય છે, તે વાત તો વિગતવાર વિચારી આવ્યા છીએ. થોડુંક વિચારીએ તો સહેલાઈથી સમજાય એવી વાત છે. આપણને કોઈએ કડવું વેણ કીધું, ગાળ દીધી, તકલીફ આપી, પ્રતિકૂળ વર્તન કર્યું કે પ્રાણ લેવાનો પ્રયત્ન કર્યો ને આપણને ખબર પડી તો આપણા મનમાં તે વ્યક્તિ પ્રત્યે ગાંઠ ઉભી થાય છે. એના પ્રત્યે દ્વેષ ઉત્પન્ન થાય છે, તે જ રીતે જો આપણે બીજા જીવોનો જીવ લેવાનો પ્રયત્ન કરીએ તો તેમને પણ આપણા માટે ગાંઠ ઉભી થાય કે નહિ ? કદાચ આપણે કહીએ કે, મેં કોઈને દુઃખ આપવાનો પ્રયત્ન નથી કર્યો. મારી કોઈને દુઃખી કરવાની ભાવના ન હતી, મારો કોઈને દુઃખી કરવાનો ઈરાદો ન હતો. પણ મેં તો માત્ર મારું સુખ મેળવવાનો પ્રયત્ન કર્યો છે, સુખી થવાનો પ્રયત્ન કર્યો છે. મારી અનુકૂળતાને જાળવવાનો જ પ્રયત્ન કર્યો છે; પણ વાસ્તવિકતા એ છે કે તમારા માટે એ સુખનું કારણ હતું અને એને માટે એ દુઃખનું કારણ હતું, પ્રતિકૂળતાનું કારણ હતું, મોતનું કારણ હતું. એ વસ્તુનો કોઈ દિવસ વિચાર કર્યો છે ?
કોઈ તમારા પગ ઉપર આવીને બેસી જાય અને તમે કહો કે આ શું કરો છો ? ત્યારે એ કહે કે મારો તમને દુઃખ આપવાનો ઈરાદો નથી, તમારો પગ તોડવાનો કોઈ ભાવ નથી, મને તો માત્ર નીચે બેસવું નથી ફાવતું, માટે હું મારા સુખ માટે, અનુકૂળતા માટે અહીં બેઠો છું; તો તમે શું કહેશો ?
તમે જ્યારે કુણી-કુણી માટી ઉપર ચાલો; કાચા પાણીમાં છબછબીયાં કરો કે લીલી વનસ્પતિ ઉપર ચાલો ત્યારે તે જીવોને કઈ વેદના થતી હશે? એની ક્યારેય કલ્પના કરી છે ખરી? જરા એની કલ્પના તો કરી જુઓ ! અચાનક કોઈ હાથી આવી જાય ને એને થાય કે અહીં કુણા-કુણા માણસો બેઠા છે અને આળોટવા માંડે તો તમારી કઈ દશા થાય? એ વખતે હાથી કહે કે મને કોઈને દુઃખી કરવાની ઈચ્છા નથી, મને કોઈને મારવાની ઈચ્છા નથી. મને તો માત્ર મારા સુખ ખાતર થોડું આળોટવાની ઈચ્છા થઈ માટે હું આળોટ્યો છું. તો એ તમને કેવું લાગે? એવી જ રીતે આપણે આપણા સુખ માટે, આપણી અનુકૂળતા માટે બીજા જીવોનો કચ્ચરઘાણ કાઢીએ ત્યારે તે જીવોની હાલત શું થતી હશે ?
એક તમારા નજીવા સુખ માટે તમે રોજ જેટલા જીવોને મારો છો, કાપો છો,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org