________________
૯૯
–
૪: હિંસાનો વ્યાપ શી રીતે ઘટાડશો ? - 27
-
651
બાંધો છો, છોલો છો, વધો છો, બાળો છો, તપાવો છો, ઉકાળો છો, ખાઓ છો, પીવો છો કે જે કચ્ચરઘાણ કાઢો છો, તેનાથી તે તમામ જીવો સાથે તમારું વૈર બંધાય છે, તેનાથી બંધન ઉભું થાય છે. જે માણસ દુનિયામાં ઘણા બધા જીવો સાથે વૈર બાંધે તેની સ્થિતિ કઈ થાય ?
શાસ્ત્રોમાં એકેન્દ્રિય જીવોને તમારાથી કેવી વેદના થાય છે તે જણાવવા દૃષ્ટાંત આપેલું છે. ત્યાં કહ્યું છે -
'जरजजरा य थेरी, तरुणेण जम्मपाणिमुट्ठिहया ।
जारिसी वेयणा देहे, एगिदिसंघट्टणा य तहा ।।' વૃદ્ધાવસ્થાથી અત્યંત અશક્ત થયેલી વૃદ્ધાને કોઈ નવયુવાન જમણા હાથની મુઠ્ઠીઓથી ઠોકે તો તેને જેવી વેદના થાય તેવી વેદના એકેન્દ્રિય જીવોને સ્પર્શ કરવાથી થાય છે.” જેમ કોઈ માણસ પોતાના પુણ્ય અને સત્તાના જોરે બધાને દબાવતો હોય ત્યારે તેને જોઈને લોકો કહેતા હોય છે કે – અવસર આવવા દો.
લાચારીવશ એનાથી દબાયેલા-ચંપાયેલા લોકો અવસરની રાહ જોઈને બેઠા હોય છે અને જ્યારે એવો અવસર આવે છે, ત્યારે દાંત કચકચાવીને વૈરનો બદલો લેવા તૈયાર થઈ જાય છે અને ચારે બાજુથી બધા જ વૈરનો બદલો લેવા તૈયાર હોય ત્યારે તેની કઈ પરિસ્થિતિ થાય ?
તમે વિચારો કે રોજ તમે કેટલા જીવોનો સંહાર કરો છો, કેટલા જીવોનો કચ્ચરઘાણ કાઢો છો ? એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય - તમને સમજાય તેવી ભાષામાં કહું તો પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, અળશીયાં, કોડા-કોડી, કીડી-મંકોડી-વાંદા, કંસારી-માખી-મચ્છર-પતંગિયાંવીંછી, સાપ-નોળિયા, ગાય-ભેંસ, માછલાં, પંખી, માણસ-નોકર-ચાકર વગેરે કેટલા જીવોને કેટકેટલી રીતે દુઃખી કરો છો, ત્રાસ આપો છો, દમન કરો છો અને કેટલા જીવોનો કેટલો કચ્ચરઘાણ કાઢો છો ? તમે માત્ર તમારા ક્ષણિક સુખ માટે, હળવા આનંદ માટે, ઈન્દ્રિયોનાં તર્પણ માટે, વિષયોની ભૂખ સંતોષવા માટે કે તમારા ક્રોધાદિ હિનભાવોને સંતોષવા માટે કેવા કેવા જીવોને કઈ કઈ રીતે અને કેટલા પ્રમાણમાં દુઃખ આપો છો, દુઃખી કરો છો અને એમાં જ્યારે તમને લાગે કે, આ જીવો મારા સુખમાં અવરોધ કરે છે, નડતરરૂપ છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org