________________
૧૦૦
- ૩ - બંધન જાણો ! બંધન તોડો ! –
652
કષ્ટદાયક છે કે મારા દુઃખમાં નિમિત્ત બને છે ત્યારે તે જીવોનો કઈ રીતે નાશ કરો છો, એને રિબાવો છો, ખતમ કરો છો, એનો કચ્ચરઘાણ કાઢો છો ? યાદ કરો અને તે વખતે તે જીવોની કઈ દશા થતી હશે ? તેનો વિચાર કરો !
સારામાં સારું ફર્નિચર બનાવ્યું હોય અને એમાં ઊધઈ થઈ જાય ત્યારે તે ઉધઈને મૂળમાંથી કાઢવા તમે જે પ્રયત્ન કરો છો, તેમાં તે જીવોની શું દશા થાય છે કે થતી હશે – એનો ક્યારેય વિચાર કર્યો છે ? ગટરમાં વાંદા થયા, તેને દૂર કરવા માટે તમે જે દવા છાંટો છો, ઍ વાપરો છો, તે જીવો કઈ રીતે કરે છે, એ સમયનો એમનો તરફડાટ કેવો હોય છે, એનો ક્યારેય વિચાર કર્યો છે ? આવું બધું કરીને તમે તે જીવોનો તો કચ્ચરઘાણ કાઢો જ છો, પણ સાથોસાથ તમારા ભવિષ્યનો, પણ કચ્ચરઘાણ કાઢો છો, તમારા ભાવી સુખનો પણ કચ્ચરઘાણ કાઢો છો અને તમારા મોતની અને દુઃખની પરંપરાનું તમે નિશ્ચિત સર્જન કરો છો. આગમાદિ શાસ્ત્રોમાં કહ્યું કે -
'हंतूण परप्पाणे, अप्पाणं जे कुणंति सप्पाणं । अप्पाणं दिवसाणं, कएण नासेइ अप्पाणं ।।' જે લોકો બીજા જીવોને હણીને પોતાને જીવાડે છે તે
જીવો થોડા જ દિવસોમાં પોતાનો નાશ નોંતરે છે.' પૂજ્યપાદ ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજે પણ આગમના આધારે આ વાત જણાવી છે -
હોય વિપાકે દશગણું રે, એકવાર કીધું કર્મ;
શત સહસ્ત્ર કોડી ગમે રે, તીવ્ર ભાવના મર્મ રે.” એક વાર પાપ કરો એટલે તેની ઓછામાં ઓછી દસ ગણી શિક્ષા ભોગવવી પડે અને એમાં જેટલો રસ ભળે, તીવ્રતા ભળે એટલું હજારગણું - લાખગણું, કરોડગણું ફળ ભોગવવું પડે. આની મૂળ ગાથા આ મુજબ છે – 'वहमारणअभक्खाणदाणं, परधणविलोवणाईणं । सवजहन्नो ऊदओ, दसगुणिओ इक्कसिकयाणं ।।१।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org