________________
૩ બંધન જાણો ! બંધન તોડો !
સાધુનો વેશ ધર્યો અને મમતા ડાકણને ન કાઢી તો આ વેશની કોઈ કિંમત નથી; એ સાંભળ્યું ને ? એનો અર્થ એ થયો કે, અહીં આવ્યા પછી પણ છોડેલું ઘર યાદ આવે, છોડેલાં સ્વજનો યાદ આવે, એ આવે ને મનમાં આનંદ થાય; આ બધુ મમત્વ છે.
માટે કહ્યું કે –
૧૩૨
‘ત્યાગાત્ ધ્રુમાત્રસ્ય, મુદ્દો ન ત્તિ નિર્વિવઃ ।'
‘સર્પ કાંચળી મૂકી દે, એટલા માત્રથી નિર્વિષ બની નથી જતો.' કાંચળી છોડવાથી જ જેમ સર્પ નિર્વિષ નથી બનતો તેમ માત્ર વેશ પરિવર્તનથી મમતાનું ઝેર નથી જતું. સગાં-વહાલાના મમત્વમાંથી બચ્યા ત્યાં ભક્તોનાં મમત્વ આવીને ઉભાં રહે. તમે આવો ને અમને કહો કે, ‘સાહેબ! આપ તો અમને ભૂલી જ ગયા’ અને અમે જો તમારી વાતમાં આવી જઈએ તો મર્યા સમજો. વીતરાગનો સાધુ ક્યારેય ગૃહસ્થને એમ ન કહે કે, ‘મેં તમને બહુ યાદ કર્યા હતા. તમે આજે આવ્યા એટલે ધરપત થઈ. કેટલા દિવસથી તમારા સમાચાર જ નથી.'
684
અમારે તમને યાદ રાખવા જ નથી અને જો યાદ રાખીએ તો માર્યા જઈએ. અમે ભગવાનને યાદ કરીએ. તેમનાં કહેલાં તત્ત્વોને યાદ કરીએ કે, તમને યાદ કરીએ ?
સભા : યાદ કરીને વાસક્ષેપનાં પડીકાં મોકલાવાય છે.
તમે તો વાસક્ષેપનાં પડીકાં મોકલવાનું કહો છો, પણ આજે તો ફોન ઉપર માંગલિક સંભળાવવાનું પણ ચાલુ થઈ ગયું છે.
એક જગ્યાએ. એક વ્યક્તિની ઓફિસનું ઉદ્ઘાટન હતું. પહેલેથી નક્કી કરી રાખેલા મુહૂર્તનાં સમયે મોબાઈલ ઉપર ફોન આવ્યો ને મહારાજે તેના ઉ૫૨ માંગલિક ફરમાવ્યું. આ બધી અનર્થોની પરંપરા શરૂ થઈ ગઈ છે. સાધ્વાચાર જોખમાયો છે, વીતરાગનો માર્ગ જોખમાયો છે ને નર્યો શિથિલાચાર ફૂલ્યોફાલ્યો છે અને એને સારા માનનારા લોકો પણ ધીમે ધીમે વધી રહ્યા છે. એને ટેકો આપનારા લોકો પણ મળી રહે અને પાછા એ લોકો કહે કે, ‘મહારાજ સાહેબને અમારા ઉપર કેટલી બધી લાગણી છે ? આપણે જઈએ એટલે આપણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org