________________
૧૩૧ – ૫ : મમતાનાં બંધન જો ન તૂટયાં તો.... - 28 – 683
પોતાની વચ્ચેનું ભેદજ્ઞાન થઈ જાય તો જેમ દોરડાનું જ્ઞાન થવાથી સર્પની ભીતિ ચાલી જાય છે તેમ આ અહંતા -
મમતાનો ભ્રમ ભાગી જ જાય.' જો તમે મમતાને જીતી લીધી તો જ તમારો જન્મ અને સાધના સાર્થક છે, જો તમે મમતાને ન મારી તો તમારો જન્મ અને સાધના નિરર્થક છે. એવું સ્પષ્ટ શબ્દોમાં જણાવતાં કહ્યું કે –
'धृतो योगो न ममता, हता न समताऽऽदृता ।
न च जिज्ञासितं तत्त्वं, गतं जन्मनिरर्थकम् ।।२६।।' ‘ત્રિકરણ યોગ ધારણ કર્યો પણ જો મમતાને મારી નહિ, સમતાને સાધી નહિ અને તત્વને જાણવાનો પ્રયત્ન કર્યો
નહિ તો જન્મ નિરર્થક ગયો છે – એમ સમજો !' આમ કહ્યા પછી મમતાને જીતવા શું કરવું ? - એનો માર્ગ બતાવતાં તેઓશ્રીએ કહ્યું છે કે –
‘નિસાસા ૪ વિવેવીશ, મમત-નાશqો !
अतस्ताभ्यां निगृह्निया-देनामध्यात्मवैरिणीम् ।।२७।।' ‘તત્વને (આત્માદિ વસ્તુના સ્વરૂપને) જાણવાની ઈચ્છારૂપ જિજ્ઞાસા અને સ્વ-પરનો વિવેક - આ બે મમતાનો નાશ કરી શકે છે. તેથી જિજ્ઞાસા અને વિવેકના સહારે અધ્યાત્મની
વૈરી એવી મમતાનો નિગ્રહ-વિજય કરવો જોઈએ.' આમ કહીને મમતા એ અધ્યાત્મની વૈરી છે. તેને ખતમ કરવા જિજ્ઞાસા અને વિવેક નામનાં હથિયારોનો સહારો જ ઉપકારક બની શકશે. એમ સ્પષ્ટ કર્યું છે.
આ મમતાને તોડ્યા વગર સમતા નહિ આવે અને સમતા આવ્યા વિના સાધના જીવનનો વિકાસ નહિ થાય. એવા સાધુઓ પણ મમતામાં મરે છે : મમતા કેટલી ખરાબ છે તે જણાવતાં અમારા માટે પણ જે કહ્યું કે, આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org