________________
૧૩૩ – ૫ : મમતાનાં બંધન જો ન તૂટયાં તો... - 28 – 685 ઉતરવાની-ખાવાની-પીવાની બધી જ વ્યવસ્થા એ કરી આપે.
શ્રી દશવૈકાલિક આગમ'ની બીજી ચૂલિકા જે શ્રી સ્થૂલભદ્રસ્વામીજીનાં બહેન સાધ્વીજી શ્રીયક્ષાને ખુદ શ્રી સીમંધર પ્રભુએ આપેલી, તેમાં ગૃહસ્થની વૈયાવચ્ચ કરવાનો સ્પષ્ટપણે નિષેધ કરવામાં આવ્યો છે. પ્રભુ જણાવે છે કે –
'गिहिणो वेआवडिअं न कुजा, अभिवायण-वंदण-पूअणं वा ।' ‘ગૃહસ્થભાવને ધરતા આત્માઓનું વૈયાવચ્ચ સાધુ-સાધ્વીએ ત કરવું જોઈએ. તેમનું (ગૃહસ્થને) અભિવાદન (વાણીથી પ્રણામ), વંદન અથવા પૂજત (વસ્ત્ર વગેરે સામગ્રી આપવી) ન કરવું.' પરંતુ પ્રભુનાં આ વચનોને અવગણતા કેટલાક સાધુઓ ગૃહસ્થની વૈયાવચ્ચ તો કરે પણ સાથે એમ પણ કહે કે હમણાં બે મહિના પિરીયડ બહુ ખરાબ છે. કોઈ રિસ્ક લેતા નહિ – સાચવીને - કાળજીપૂર્વક બે મહિના પસાર કરી લેજો. પછીનો પિરીયડ બહુ સારો છે અને જરૂર પડે ધંધામાં માર્ગદર્શન પણ આપે.
આજે તમે નક્કી કરશો કે અમે તો આ મમતાના કાદવમાંથી ન નીકળી શક્યા, પણ જેણે મમતાનો ત્યાગ કરીને આ વેશ ધારણ કર્યો છે, તેને તો આ કિચડમાં નાંખવાનું કામ નહિ જ કરીએ. જો તમે આટલું પણ કરી શકો તો તમારા દ્વારા સાધુ સંસ્થાને થતા નુકસાનના પાપથી તમે બચી શકો, આ વિષયમાં શાસ્ત્રકાર ભગવંતે ઘણી વાતો કરી છે, એ અંગે વિશેષ હવે પછી..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org