________________
630
- ૩ - બંધન જાણો ! બંધન તોડો ! – સાવધાની રાખવી જરૂરી :
શ્રમણ જીવન સ્વીકાર્યા પછી, શક્ય પ્રયત્ન આરાધના-સાધનામાં આગળ વધવાનો પ્રયત્ન કર્યા પછી પણ જો આવી પરિસ્થિતિ હોય તો કીચડમાં બેઠેલા એવા તમારી શું સ્થિતિ હોય ? એ બધાથી બચવા તમારે કેટલા સાવધ રહેવું પડે ? કાજળની કોટડીમાંથી બહાર નીકળેલાને પણ જો આ મમતા રાક્ષસીથી બચવા પળે પળે સાવધાની રાખવી પડતી હોય તો કાજળની કોટડીમાં બેઠેલા એવા તમારે માટે નિર્લેપ રહેવું કેટલું શક્ય છે ? કાજળની કોટડીમાં રહેવાનું અને લેપાવું નહિ, એ શું બચ્ચાનાં ખેલ છે ?
જેને પણ અધ્યાત્મની વિશુદ્ધિ પામવી હોય તેણે યતનાનું પાલન કરવું અનિવાર્ય છે. જેટલી યતનામાં ખામી તેટલી અધ્યાત્મમાં ખામી. અમારે ય બંધન તોડવાનાં છે અને તમારે ય બંધન તોડવાના છે.
જ્યાં સુધી પરિગ્રહ, હિંસા અને મમતા વગેરેનાં બંધન નહિ તોડો ત્યાં સુધી અહીં નહિ પહોંચાય, આત્મસ્વરૂપ નહિ પ્રગટે. પરમતારક ગુરુદેવે આચારાંગ સૂત્રનાં ધૂતાધ્યયન ઉપર જ્યારે પ્રવચનો કર્યા ત્યારે તેમાં આવતી સ્વજનધૂનનની વાતના અવસરે આ બધી વાત સુંદર રીતે સમજાવી છે.
દરેક પ્રકારનો પરિગ્રહ એ બંધન જ છે, માટે જ આ વાત દરરોજ ઘુમેડીઘુમેડીને કહુ છું. થોડો હોય તોય બંધન અને ઘણો હોય તોય બંધન. કેટલો છે તેના કરતાં, તેના પ્રત્યે હૈયામાં મમતા કેટલી છે એના ઉપર બધો આધાર રાખે છે. સભા : પોતાની પાસે ભલે પરિગ્રહ ઘણો હોય પણ હૈયું મોટા પરિગ્રહવાળું ન
હોય તો ? આ વાત અહીં નહિ કરતા, નર્યો દંભ પોષાય છે. જે નાના પરિગ્રહમાં ડૂબી જાય છે, તે મોટા પરિગ્રહમાં અલિપ્ત રહી શકે, એ શક્ય લાગે છે? એવા હોય તો લઈ આવો ! રોજ ગુણ ગાઈશું. અહીં કોઈ એવા વિરલ છે? સૌ પોતાની જાત ઉપર વિચારો !
આનંદ અને કામદેવ જેવા પ્રતિભાધારી, સંવાસાનુમતિ તો કોક જ હોય. સંવાસાનુમતિ એટલે માત્ર ઘરમાં બેઠાં હોય, પણ એને ઘરની કોઈ પણ બાબત સાથે માત્ર રહેવા સિવાય કોઈપણ પ્રકારનો સંબંધ ન હોય. એ છતાં માત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org